Banaskantha : પિતાએ વાંચવાનું કહેતા 14 વર્ષીય પુત્રએ ભર્યું અંતિમ પગલું


બનાસકાંઠાના ગંભીરપુરામાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો આજે સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ પુત્રને પિતાએ વાંચવાનું કહેતા 14 વર્ષીય પુત્રએ આપઘાત કરી લીધો હતો. 14 વર્ષના પુત્રએ આપઘાત કરી લેતાં વિસ્તારમાં ભારે શોકની લાગણી છવાઇ છે. વિદ્યાર્થી ધો.9માં અભ્યાસ કરતો હતો. પિતાનું વાંચવાની સલાહ ન ગમતા વિધાર્થીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના બની છે. આ ઘટના બનાસકાંઠાના વાવના ગંભીરપુરા ગામની છે.
આ પણ વાંચો : મહાઠગ કિરણ પટેલની મુશ્કેલીમાં વધારો, અમદાવાદના વેપારીએ નોંધાવી ફરિયાદ
વધુમાં મળતી માહિતી મુજબ પિતાએ ધોરણ-9માં અભ્યાસ કરતાં પોતાના પુત્રને પરીક્ષા હોવાથી વાંચવાનું કહેતા પુત્રને લાગી આવ્યું હતું. પિતાની વાતનું લાગી આવતા પુત્રએ આપઘાત કરી લીધો હતો. આટલી સામાન્ય વાતમાં બાળકે છાપરાના પાટ ઉપર દોરડા વળે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાને લઇ સમગ્ર વિસ્તારમાં શોક પ્રસરી ગયો છે. આ મામલે બાળકના પિતાએ વાવ પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો નોંધાવતા વાવ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.