ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસામાંથી જુગાર રમતા 11 શખ્સો ઝડપાયા

Text To Speech
  • ડીસા તાલુકા પોલીસે ત્રણ મોબાઇલ સહિત 14000 નો મુદ્દા માલ જપ્ત કર્યો

પાલનપુર 1 ફેબ્રુઆરી 2024 : ડીસાના નાની આખોલ ગામે રબારી ટેકરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા 11 શખ્સોને ડીસા તાલુકા પોલીસે ઝડપી લીધા છે. પોલીસે જુગારીયાઓ પાસેથી મોબાઇલ ફોન સહિત ₹14,000 ઉપરાંત નો મુદ્દા માલ જપ્ત કરી તમામ સામે જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ડીસા તાલુકા પીઆઇ એસ.એમ.પટણી ની સૂચનાથી પોલીસ સ્ટાફના માણસો બુધવારે મોડી સાંજે આખોલ ચાર રસ્તા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે નાની આંખોલ ગામે રબારી ટેકરા વિસ્તારમાં કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમી રહ્યા છે. જેથી પોલીસે તાત્કાલિક તપાસ કરતા રબારી ટેકરા વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં ટોળું જુગાર રમવા બેઠેલું હતું. પોલીસને જોઈ જુગારીયાઓમાં ભાગદોડ મચી હતી. જો કે પોલીસે જુગાર રમતા 11 શખ્સોને ઝડપી લીધા હતા. તેઓની પાસેથી અંગઝડતી તેમજ દાવમાં લગાવેલી રોકડ મળી અને ત્રણ મોબાઈલ સહિત રૂપિયા 14,110 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ઝડપાયેલા જુગારીયાઓ સામે જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

જુગાર રમતા ઝડપાયેલા શખ્સો

પ્રવીણભાઈ ગણેશભાઈ લુહાર (આખોલ નાની) સાગરકુમાર દલપતભાઈ પરમાર ( અજાપુરા) અનિલકુમાર જેસંગજી માજીરાણા (શિવનગર,ડીસા) મુકેશકુમાર બાબુજી ઠાકોર (જુના બસસ્ટેન્ડ પાસે ડીસા) કિશન બાબુભાઈ ભરથરી (રાણપુર આ.વાસ) સુનિલ અમરતજી માજીરાણા (શિવનગર ડીસા)જગજીવન શ્રીનાથ બાવા ( ટેકરા,જોગણીમાતા મંદિર પાસે,ડીસા) ખુશાલ મોહનભાઈ માજીરાણા (વાડીરોડ ટેકરા,ડીસા) વિશાલ કાનાજી માજીરાણા (પાણીના ટાંકા પાસે, ટેકરા, ડીસા) હિંમતભાઈ શંકરભાઈ માજીરાણા (જોગણી માતાના મંદિર પાસે વાડી રોડ, ડીસા) ભાવેશ ત્રિભોવનભાઈ મોદી (ઉમિયા નગર,ડીસા)

આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસા – પાટણ હાઈવે પર ચાલુ કારમાં આકસ્મિક આગ લાગી

Back to top button