બનાસકાંઠા : મા અર્બુદા ના 108 સહસ્ત્ર ચંડી યજ્ઞની નિર્વિધ્ને થઈ પૂર્ણાહુતિ
પાલનપુર: બનાસકાંઠામાં પાલનપુરના લાલાવાડા ખાતે મા અર્બુદા ના 108 સહસ્ત્ર ચંડી યજ્ઞની આજે પૂર્ણાહુતિ થઈ હતી. ચાર દિવસનો આ મહા યજ્ઞનો કાર્યક્રમ ચાલ્યો હતો, અને ત્રણ દિવસ આ મહાયજ્ઞ ચાલુ હતો. ત્રણ દિવસમાં 10 લાખથી વધારે લોકોએ મા અર્બુદાના યજ્ઞના દર્શન કર્યા છે. આ મહાયજ્ઞ નિર્વિઘ્ને સંપન્ન થયો હતો.
અનેક નેતાઓ યજ્ઞમાં દર્શને આવ્યા
લાલાવાડા ખાતે 45 દિવસ અગાઉ માં અર્બુદાના 108 ચંડી મહાયજ્ઞની તૈયારીઓ શરૂ કરાઈ હતી. ચૌધરી સમાજના કુળદેવી અર્બુદા માતાના યજ્ઞને લઈને ચાર દિવસ ચાલેલા યજ્ઞાના કાર્યક્રમમાં 10 લાખથી વધુ દર્શનાર્થીઓ મા અર્બુદાના યજ્ઞના દર્શન કર્યા હતા.
સાતમાળ ની બનાવેલી યજ્ઞશાળામાં સતત ત્રણ દિવસ સુધી 551 બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચાર સાથે 1500 યજમાનોએ આ યજ્ઞમાં આહુતિ આપી હતી. આજે વૈદિક મંત્રોચાર સાથે શ્રીફળ હોમી અર્બુદા 108 ચંડી યજ્ઞ નિર્વિધ્ને સંપન્ન થયો હતો. ત્રણ દિવસ ચાલેલા 108 કુંડી મહાયજ્ઞમાં ગુજરાત, રાજસ્થાન, દિલ્હી, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ સહિતના ચૌધરી સમાજના લોકો સહિત સર્વ સમાજના લોકો આ યજ્ઞના દર્શનાર્થે આવ્યા હતા.
દસ લાખ ભાવિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી
ત્યારે દસ લાખ જેટલા લોકોએ યજ્ઞના દર્શનનો લાભ લીધો હતો. જ્યારે આઠ લાખ જેટલા લોકોએ ભોજન પ્રસાદ લીધો હતો. યજ્ઞમાં સાત માળની યજ્ઞશાળા ઉપરાંત 100 વીઘામાં પાર્કિંગની વ્યવસ્થા કરાઈ હતી. જ્યારે એક સાથે 20,000 લોકો ભોજન પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. જ્યારે લોકોની સલામતીને લઈને 15 હજાર જેટલા સ્વયંસેવકો અને પોલીસે ફરજ બજાવી હતી.
આઠ લાખ ભાવિકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો
આવનાર દર્શનાર્થીઓ માટે ચા, પાણી અને પગરખા કેન્દ્રની વ્યવસ્થા સહિત એક નાની હોસ્પિટલ પણ ઉભી કરવામાં આવી હતી. દર્શનાર્થીઓએ નિર્વિદને મા અર્બુદાના યજ્ઞના દર્શન કર્યા હતા.આ મહાયજ્ઞમાં શિક્ષણ વ્યસન મુક્તિ અને સામાજિક એકતા પર ભાર મુકાયો હતો.
બનાસકાંઠા : મા અર્બુદા ના દસ લાખ ભાવિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી.#palanpur #palanpurupdates #maaarbuda #religious #celebration #gujaratupdates #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/gPqpOaUYv9
— Hum Dekhenge News (@humdekhengenews) February 5, 2023
છેલ્લા ચાર દિવસ ચાલેલા અર્બુદા માતાજીનાં મહાયજ્ઞ દરમિયાન પાર્કિંગ, પાણીની સુવિધા માટે યુવાનો, બહેનો એ ખડેપગે સેવાઓ પૂરી પાડી હતી. ચૌધરી સમાજ સહિત અન્ય સમાજો સાથે સમગ્ર દેશનું કલ્યાણ થાય તે હેતુથી આ મહા યજ્ઞમાં તમામ સમાજના લોકો જોડાયા હતા.ભોજનની વ્યવસ્થામાં લાખો લોકોને સ્વયંસેવકોએ સંભાળ્યા છે, તેને આવકાર આપ્યો છે અને માં અર્બુદાના આશીર્વાદથી આ મહાયજ્ઞ નિર્વિઘ્ને પૂર્ણ થયો હતો.
આ પણ વાંચો :આસામમાં બાળલગ્ન માટે અત્યાર સુધીમાં 2278ની ધરપકડ, 4074 કેસ નોંધાયા