ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : “મન કી બાત” કાર્યક્રમનો 100 મો એપિસોડ, જિલ્લાના 2612 બુથ 398 શક્તિ કેન્દ્ર પર થશે કાર્યક્રમ

Text To Speech
  • બનાસ ડેરી દ્વારા 1700 ડેરીઓ પર કાર્યક્રમનું આયોજન

પાલનપુર :દેશ્મના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આગામી તારીખ ૩૦મી એપ્રિલના રોજ ઐતિહાસિક ૧૦૦માં “મન કી બાત” કાર્યક્રમ યોજાનાર છે .જે એક વિશ્વ રેકોર્ડ સર્જનાર છે. જે સંદર્ભે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને પાલનપુર ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

પાલનપુર ખાતે યોજવામાં આવેલ પત્રકાર પરિષદમાં કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ૩૦ મી એપ્રિલ રવિવારે સવારે ૧૧-૦૦ કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના “મન કી બાત” કાર્યક્રમનો ૧૦૦ મો એપિસોડ કરવા જઈ રહ્યા છે. ત્યારે આ કાર્યક્રમ સમગ્ર દેશમાં, પ્રદેશમાં અને આપણાં જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લાના 2612 બુથ 398 શક્તિ કેન્દ્ર પર જિલ્લાના સાંસદ, ધારાસભ્યઓ, જિલ્લા અને પ્રદેશના આગેવાનોની ઉપસ્થિતિ સાથે વિશેષ કાર્યક્રમ થાય એવું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં સહકારી ક્ષેત્રમાં અગ્રેસર એવી બનાસ ડેરી દ્વારા પણ 1700 દૂધ ડેરીઓ પર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પણ પાલનપુર શહેર, ડીસા શહેર, થરાદ, થરા ,ભાભર વિગેરે શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર બનાસકાંઠાની પ્રજા આ કાર્યક્રમમાં સ્વૈચ્છિક રીતે જોડાય અને આ કાર્યક્રમ એક ઈતિહાસ કાર્યક્રમ બનવા જઈ રહ્યો છે ત્યારે સમગ્ર બનાસકાંઠાની પ્રજા સહભાગી બને તેવી વિનંતી અધ્યક્ષ એ કરી હતી.


મન કી બાત કાર્યક્રમ અંતર્ગત પ્રદેશ ઉત્તર ઝોન મીડિયા સહ કન્વીનર રાજુભાઇ ભટ્ટે પીએમ મોદીનાં આ કાર્યક્રમને વેશ્વિક રેકોર્ડ તરીકે ઓળખાવ્યો હતો.

આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા, મહામંત્રી કનુભાઈ વ્યાસ, સંજયભાઈ બ્રહ્મભટ્ટ, શ્રેયાન્સભાઈ પ્રજાપતિ, ઉત્તર ઝોન મિડિયા સહ કન્વિનર રાજુભાઈ ભટ્ટ જિલ્લા મીડિયા કન્વીનર રશ્મિકાંતભાઈ મંડોરા, આશુતોષભાઈ બારોટ, ધનેશભાઈ પરમાર સાથે જિલ્લાના પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાનું જોર ઘટ્યુંઃ 24 કલાકમાં 155 નવા કેસ, એક પણ મોત નહીં

Back to top button