ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠ: મંત્રી કુંવરજી બાવળિયાએ અંબાજી ખાતે માં અંબાના દર્શન કર્યા

Text To Speech

પાલનપુર: વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી અને માતાજીના મૂળ પ્રાગટ્ય સ્થાન ગણાતા ગબ્બર ખાતે જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ વહેલી સવારે આરતીમાં ભાગ લઈ ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા- અર્ચના કર્યા હતા.

 કુંવરજી બાવળિયા-humdekhengenews

શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમા જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. શક્તિપીઠ અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિરના શિખર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે એટલે આ ધામને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું માં અંબાનું પ્રાચીન તીર્થ સ્થળ છે.

કુંવરજી બાવળિયા-humdekhengenews

 

વર્ષ દરમિયાન માઈભક્તો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અંબાજી ખાતે દર્શન કરવા પધારેલા મંત્રીનું શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા માતાજીનો ખેસ પહેરાવીને સ્વાગત કરવામા આવ્યુ હતુ. અંબાજી મંદિર ખાતે મંત્રીએ મંદિરના ગર્ભગૃહમાં અંબાના દર્શન કર્યા હતા. અંબાજી મંદિરના મહારાજ દ્વારા મંત્રીનું માતાજીની ચુંદડી ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ મંત્રીએ માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા.

આ પણ વાંચો :અતિક અહેમદના પુત્રના એન્કાઉન્ટર પર સીએમ યોગીની પહેલી પ્રતિક્રિયા, જાણો કોના કર્યા વખાણ?

 

Back to top button