બનાસકાંઠા જિલ્લામાં શાળામાં સતત ગેરહાજર રહેનારા વધુ 9 શિક્ષકોને બરતરફ કરાયા
પાલનપુર, 21 ઓગસ્ટ 2024, ગુજરાતમાં સરકારી શાળામાં ચાલુ ફરજે વિદેશ ગમન કરી ગયેલા કે સતત ગેરહાજર રહેનારા શિક્ષકો સામે સરકાર એક્શન મોડમાં આવી ગઈ હતી અને 130થી વધુ શિક્ષકોને સસ્પેન્ડ કરી દેવાનો આદેશ કર્યો હતો. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમયથી બિન અધિકૃત ગેરહાજર રહેતા 9 શિક્ષકોને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા નોટિસ આપી હાજર થવા તાકીદ કરાઇ હતી. તેમ છતાં હાજર ન થતા 2006ના ઠરાવ અન્વએ ફરજિયાત રાજીનામું તેમજ બરતરફનો હુકમ કરવામાં આવતા શિક્ષણ વિભાગમાં હડકંપ મચી ગયો છે.
નોટિસ આપી પોતાની ફરજ ઉપર હાજર થવા જાણ કરાઈ હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં કેટલાક શિક્ષકો વિદેશ જવાના કારણે તો કેટલાક શિક્ષકો પોતાના અંગત કારણોસર લાંબા સમયથી પોતાની નિયત ફરજ પર હાજર ન થતા તેવા શિક્ષકો સામે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે. જેમાં અગાઉ 34 જેટલા શિક્ષકોને બરતરફ કરાયા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. ત્યારબાદ વધુ 9 શિક્ષકો એક વર્ષથી વધુ લાંબા સમયગાળાથી પોતાની ફરજ ઉપર હાજર ન થતા તેમને ટીપીઓ તેમજ ડીપીઓ દ્વારા નોટિસ આપી પોતાની ફરજ ઉપર હાજર થવા જાણ કરવામાં આવી હતી પરંતુ તેમ છતાં હાજર ન થતા તેમને શિક્ષણ વિભાગના 2006 ના ઠરાવ અન્વયે આ ગેરહાજર રહેનાર 9 શિક્ષકોને ફરજિયાત રાજીનામુ તેમજ બરતરફ કરવામાં આવ્યા હોવાનું શિક્ષણ વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.
આ શિક્ષકોમાં કોઈ બરતરફ તો કોઈના ફરજિયાત રાજીનામા લેવાયા
1. વાવ-અસ્મિતાબેન ગોવિંદભાઈ ચૌધરી શાળા-વિ.સ.શિવમ (ગં)
2. દિયોદર – પટેલ જગદીશ કુમાર કાલિદાસ શાળા ગણેશપુરા (ભે)
3. દાંતા પટેલ સોહાબેન ભુપેન્દ્રભાઈ શાળા હડાદ
4. દાંતા ચૌહાણ જયકુમાર કનૈયાલાલ શાળા- મગવાસ
5. કાંકરેજ પટેલ અનસુયાબેન રણછોડભાઈ શાળા તાતિયાણા
6. કાંકરેજ શાહ સંગીતાબેન કિર્તીલાલ શાળા વડા ક્ષેત્રવાસ
7. કાંકરેજ પટેલ માલતીબેન હસમુખભાઈ શાળા-આકોલી પગાર કેન્દ્ર
8. ધાનેરા પટેલ શીતલબેન ઘનશ્યામભાઈ શાળા ગોલા પ્રાથમિક શાળા
9. ધાનેરા પટેલ શ્રદ્ધાબેન ભરતભાઈ શાળા હડતા પ્રાથમિક શાળા
આ પણ વાંચોઃરાજસ્થાનના ધારાસભ્ય રવિન્દ્ર ભાટીનો બનાસકાંઠા જિલ્લામાં ઝંઝાવાતી પ્રવાસ