ગુજરાત
બનાસ દાણમાં રૂપિયા 100નો કરાયો વધારો, પશુપાલકોમાં ઉગ્ર રોષ


બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન બનાસ ડેરીના પશુદાણમાં સોમવારથી ₹100 નો વધારો જાહેર કરવામાં આવ્યો છે. ડેરીએ જિલ્લાની તમામ દૂધ મંડળીઓને પરિપત્ર મોકલીને પશુદાણના ભાવ વધારાની જાણ કરી છે. પશુદાણમાં વપરાતા કાચા માલના મટીરીયલ જેવા કે મકાઈ, ખોળ, રાયડા ખોળ, મગફળી ખોળ, કપાસીયા ખોળ તેમજ અન્ય તેલીબિયાની વિવિધ પેદાશોમાં વધારો ભાવ વધારો થયો છે. જેને લઇ 1 ઓગસ્ટથી બનાસ ડેરીના બનાસ દાણના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.અગાઉ રૂપિયા 1480/-માં પશુદાણની પ્લાસ્ટિક બેગ મળતી હતી. તેના પશુપાલકોએ હવે રૂપિયા 1580/- ચૂકવવા પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં 3.50 લાખ ઉપરાંત પશુપાલકો દૂધ ના ઉત્પાદન સાથે જોડાયેલા છે.