ઉત્તર ગુજરાતગુજરાત

બનાસ ડેરીએ જાહેર કર્યો 18.52% ભાવફેર, 4 લાખથી વધુ પશુપાલકોને લાભ મળશે

Text To Speech

પાલનપુર, 17 ઓગસ્ટ 2024, ઉત્તર ગુજરાતની બનાસ ડેરીની આજે 56મી સાધારણ સભા મળી હતી. જેમાં પશુપાલકો માટે ભાવફેર વધારો જાહેર કરાયો છે. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પશુપાલકો માટે 18.52% ભાવફેર વધારાની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ હવે 4 લાખથી વધુ પશુપાલકોને આ ભાવફેર વધારો મળશે.

પશુપાલકો માટે 18.52% ભાવફેર વધારાની જાહેરાત
બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરીની આજે 56મી સાધારણ સભા મળી હતી. આ સભામાં બનાસ ડેરીના ચેરમેન શકંર ચૌધરીએ પશુપાલકો માટે સૌથી મોટી જાહેરાત કરી છે. આજે ચેરમેન શંકર ચૌધરીએ પશુપાલકો માટે 18.52% ભાવફેર વધારાની જાહેરાત કરતાં 1973 કરોડ રૂપિયા ભાવફેર જાહેર કરાયો છે. જેથી હવે 4 લાખથી વધુ પશુપાલકોને આ ભાવફેર વધારો મળશે. આજની સાધારણ સભામાં બનાસ ડેરીના ડિરેક્ટરો, આગેવાનો સહિત મોટી સંખ્યામાં પશુપાલકો હાજર રહ્યા હતા.

આ પણ વાંચોઃPMએ ખેડૂતોને આપી મોટી ભેટ, સારી ઉપજ આપતી પાકની 109 જાતોનું લોકાર્પણ

Back to top button