ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

વરસાદની સીઝનમાં કેળા જલ્દી ખરાબ થઈ જાય છે? આ રીતે રાખો ફ્રેશ

  • વરસાદની સીઝનમાં કેળા ઝડપથી બગડી જાય છે. જો કેળાને યોગ્ય રીતે સ્ટોર કરવામાં ન આવે તો આ સમસ્યા વધી જાય છે. ભેજના કારણે કેળા ઝડપથી પાકી જાય છે

HD ન્યુઝ ડેસ્કઃ કેળા એક એવું ફળ છે જે બારે મહિના ખાવામાં આવે છે. આ જ કારણ છે કે મોટાભાગે દરેક ઘરમાં તમને કેળા તો મળી જ આવશે, લોકો કેળા સ્ટોર પણ કરે છે. જોકે તે એકાદ-બે દિવસ કરતા વધુ સારા રહેતા નથી. વરસાદની સીઝનમાં કેળા ઝડપથી બગડી જાય છે. જો કેળાને યોગ્ય રીતે સ્ટોર કરવામાં ન આવે તો આ સમસ્યા વધી જાય છે. ભેજના કારણે કેળા ઝડપથી પાકી જાય છે અને તરત બગડી જાય છે, પરંતુ ચિંતા કરશો નહીં, વરસાદની સીઝનમાં પણ તમારે કેળાને લાંબા સમય સુધી તાજા રાખવા હોય તો કેટલીક ટિપ્સ તમારી મદદ કરી શકે છે.

કેળા સ્ટોર કરવાની ટ્રિક્સ

વરસાદની સીઝનમાં કેળા જલ્દી ખરાબ થઈ જાય છે? આ રીતે રાખો ફ્રેશ hum dekhenge news

અલગ-અલગ સ્ટોર કરો

કેળાને ક્યારેય અન્ય ફળો સાથે ન રાખો. અન્ય ફળો ઈથાઈલિન ગેસ છોડે છે, જેના કારણે કેળા ઝડપથી પાકી જાય છે. કેળાને એક અલગ બાઉલ અથવા ટોપલીમાં મૂકો.

ઠંડી જગ્યાએ રાખો

કેળાને રૂમ ટેમ્પરેચર પર ન રાખો, કારણ કે ગરમીના કારણે તે ઝડપથી પાકે છે. કેળાને ઠંડી, સૂકી જગ્યાએ સ્ટોર કરો, જેમ કે કિચન કાઉન્ટર

કાગળમાં લપેટીને રાખો

કેળાને કાગળમાં વીંટાળીને રાખવાથી કેળાની પાકવાની પ્રક્રિયા ધીમી પડી શકે છે. કાગળ કેળાને ભેજ અને હવાથી રક્ષણ આપે છે. જેના કારણે કેળા મોડા પાકે છે.

તેની દાંડીને નુકશાન ન પહોંચાડો

કેળાની દાંડી ખૂબ જ સંવેદનશીલ હોય છે. દાંડીને કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચાડવાથી કેળા ઝડપથી બગડી શકે છે. કેળાને હંમેશા દાંડી સાથે જ રાખો અને દાંડીને કોઈ પણ વસ્તુથી ટકરાવા દેશો નહીં.

પાકેલા કેળાને અલગ રાખો

જો તમારી પાસે કેટલાક કેળા પહેલેથી જ પાકેલા હોય તો તેને બાકીના કેળાથી અલગ રાખો. પાકેલા કેળાને કારણે અન્ય કેળા ખૂબ ઝડપથી પાકી શકે છે.

વધારાની ટીપ્સ

વરસાદની સીઝનમાં કેળા જલ્દી ખરાબ થઈ જાય છે? આ રીતે રાખો ફ્રેશ hum dekhenge news

કેળાને ફ્રીજમાં ન રાખો

કેળાને ફ્રીજમાં રાખવાથી તેની છાલ કાળી થઈ જાય છે, પરંતુ અંદરનો પલ્પ બગડતો નથી. જો તમે ઈચ્છો છો કે કેળાનો પલ્પ બગડે નહીં તો તેને ફોઈલમાં લપેટીને રેફ્રિજરેટરમાં રાખો.

કેળા કાપીને સ્લાઈસ કરીને રાખો

જો તમારી પાસે ઘણા બધા કેળા હોય અને તમે તેને લાંબા સમય સુધી સ્ટોર કરવા માંગતા હોય તો તમે તેને ફ્રીઝ પણ કરી શકો છો. કેળાની છાલ કાઢીને તેની સ્લાઈસ કરીને તેને એરટાઈટ કન્ટેનરમાં રાખો.

આ પણ વાંચોઃ ઓવરઈટિંગ ક્યાંક બીમાર ન કરી દે, તહેવારોની સીઝનમાં રાખો ખાસ ધ્યાન

Back to top button