BAN vs SL: બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો કર્યો નિર્ણય
WORLD CUP 2023: આજે 2023 વર્લ્ડ કપની 38મી મેચ બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો વચ્ચે ટોસ ઉછાળવામાં આવ્યો છે. જેમાં બાંગ્લાદેશે ટોસ જીત્યો છે, અને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
શ્રીલંકાન અને બાંગ્લાદેશ મેચના ખેલાડીઓ:
શ્રીલંકાનની પ્લેઇંગ ઇલેવન: પથુમ નિસાંકા, કુસલ પરેરા, કુસલ મેન્ડિસ (C/W), સદીરા સમરવિક્રમા, ચરિથ અસલંકા, એન્જેલો મેથ્યુસ, ધનંજયા ડી સિલ્વા, મહેશ થિક્ષાના, દુષ્મંથા ચમીરા, કસુન રાજીથા, દિલશાન મદુશાનકા
બાંગ્લાદેશની પ્લેઇંગ ઇલેવન: તનઝીદ હસન, લિટન દાસ, નજમુલ હુસૈન શાંતો, મુશફિકુર રહીમ (W), મહમુદુલ્લાહ, શાકિબ અલ હસન (C), તોહીદ હ્રિદોય, મેહિદી હસન મિરાઝ, તન્ઝીમ હસન સાકિબ, તસ્કીન અહેમદ, શરીફુલ ઇસ્લામ
પીચ રિપોર્ટ :
દિલ્હીની પીચ હંમેશા સ્પિનરો માટે યોગ્ય માનવામાં આવતી હતી અને અહીં ઘણી ઓછી સ્કોરિંગ મેચો યોજાઈ હતી. જોકે, આ વર્લ્ડ કપમાં એવું નથી થયું, IPL 2023 પછી અને વર્લ્ડ કપ પહેલા દિલ્હીની પીચ નવી તૈયાર કરવામાં આવી હતી, જેના કારણે હવે આ પીચ પર બેટ્સમેનોને મદદ મળી રહી છે અને રન બનાવવાનું સરળ બની રહ્યું છે.
POINTS TABLE:
View this post on Instagram
શ્રીલંકાની ટીમ પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે. શ્રીલંકાની ટીમને સાત મેચમાં માત્ર બે જ જીત મળી છે. આવી સ્થિતિમાં આજે શ્રીલંકા કોઈપણ ભોગે જીત નોંધાવવા ઈચ્છશે. જ્યારે બાંગ્લાદેશની ટીમ સાત મેચમાં માત્ર એક જીત સાથે પોઈન્ટ ટેબલમાં 9માં નંબર પર છે. બાંગ્લાદેશની ટીમ એશિયા કપમાં મળેલી હારનો બદલો લેવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
આ પણ વાંચો: વર્લ્ડકપમાં ભારતની સળંગ 8મી જીત, SAને 83 માં ઘરભેગી કરી 243 રને વિજય