ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ કપસ્પોર્ટસ

BAN vs NED: નેધરલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો કર્યો નિર્ણય

Text To Speech

WORLD CUP 2023: વર્લ્ડ કપ 2023 ની 28મી મેચ આજે શનિવારે (28 ઓક્ટોબર) બાંગ્લાદેશ અને નેધરલેન્ડ વચ્ચે રમાશે. આ મેચ આજે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે બપોરે 2 વાગે રમાશે. બંને ટીમો વચ્ચે ટોસ ઉછાળવામાં આવ્યો છે. જેમાં નેધરલેન્ડે ટોસ જીત્યો છે, અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

 

બાંગ્લાદેશ અને નેધરલેન્ડ મેચના ખેલાડીઓ:

બાંગ્લાદેશની પ્લેઇંગ ઇલેવન: તનઝીદ હસન, લિટન દાસ, નજમુલ હુસૈન શાંતો, શાકિબ અલ હસન (C), મુશ્ફિકુર રહીમ (W), મહમુદુલ્લાહ, મેહિદી હસન મિરાઝ, મહેદી હસન, તસ્કીન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, શૌરીફુલ ઈસ્લામ

નેધરલેન્ડની પ્લેઇંગ ઇલેવન:  વિક્રમજીત સિંઘ, મેક્સ ઓડાઉડ, વેસ્લી બેરેસી, કોલિન એકરમેન, સ્કોટ એડવર્ડ્સ (C/W), બાસ ડી લીડે, સિબ્રાન્ડ એન્ગલબ્રેક્ટ, લોગન વાન બીક, શરિઝ અહમદ, આર્યન દત્ત, પોલ વાન મીકરેન

બંને ટીમોએ અત્યાર સુધી 5-5 મેચ રમી

આ વર્લ્ડ કપમાં બંને ટીમો અત્યાર સુધી 5-5 મેચ રમી ચૂકી છે અને 4-4 મેચ હાર્યા બાદ તેઓ સેમિફાઇનલની રેસમાંથી બહાર થવાની અણી પર છે. આજની મેચ હારનાર ટીમ માટે સેમીફાઈનલના દરવાજા સંપૂર્ણપણે બંધ થઈ જશે. આવી સ્થિતિમાં, બંને ટીમો આજની મેચમાં પોતાનું શ્રેષ્ઠ પ્રયાસ કરતી જોવા મળશે.

POINTS TABLE:

POINTS TABLE:
ફોટો-https://www.cricbuzz.com/

કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં આ વર્લ્ડ કપની પહેલી મેચ:

આ વર્લ્ડ કપમાં આ પહેલી મેચ છે, જે આ મેદાન પર રમાશે. આ પછી, આ ટૂર્નામેન્ટની કેટલીક બેક ટુ બેક મેચો પણ આ મેદાન પર રમવાની છે. જો કે છેલ્લા 6 વર્ષમાં અહીં માત્ર એક જ ODI મેચ રમાઈ છે.

પિચ રિપોર્ટ:

પીચ બેટિંગ માટે અનુકૂળ રહેશે. અહીંનું આઉટફિલ્ડ પણ ખૂબ જ ઝડપી છે. આવી સ્થિતિમાં ચોગ્ગા મારવા માટે વધારે બળ વાપરવાની જરૂર નહીં પડે. પીચ પર થોડું ઘાસ પણ છે. એટલે કે ફાસ્ટ બોલરોને પણ ફાયદો થઈ શકે છે. આ મેચમાં બોલરોનો દબદબો હતો પરંતુ આ પછી IPL 2023માં અહીં ઘણા રન બનાવ્યા. ચોગ્ગા-છગ્ગાના વરસાદ વચ્ચે ટી-20માં 200 રન બનાવવું આ મેદાન પર સામાન્ય બાબત બની ગઈ હતી. જો કે, વન-ડે ક્રિકેટમાં પણ આ મેદાન પર ઘણા રન થયા છે. અહીં એકવાર 400+નો સ્કોર પણ બનાવવામાં આવ્યો છે. આ સાથે અહીં રમાયેલી 31 મેચમાં 8 વખત 300થી વધુ રન બનાવ્યા છે.

આ પણ વાંચો: દિલધડક મેચમાં આફ્રિકાએ 1 વિકેટે પાકિસ્તાનને હરાવ્યું

Back to top button