અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ એક જ દિવસમાં બે જગ્યાએ હારી ગઈ
BAN VS AFG : બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી મેચમાં બાંગ્લાદેશની છ વિકેટથી જીત થઈ છે.જેમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાનના 157 ની સામે બાંગ્લાદેશે 38.4 ઓવરમાં 158 રને ચાર વિકેટ ગુમાવીને બાંગ્લાદેશે વિજયી શરુઆત કરી છે.
ICC Men's Cricket World Cup 2023
Bangladesh 🆚Afghanistan 🏏Bangladesh Won by 6 Wickets 🌟 🫶 🇧🇩
Photo Credit: ICC/Getty#BCB | #AFGvBAN| #CWC23 pic.twitter.com/ao5Nu8oEXc
— Bangladesh Cricket (@BCBtigers) October 7, 2023
અફઘાનિસ્તાનની એશિયન ગેમ્સમાં પણ હાર
વરસાદને કારણે મેચ રોકાઈ એ પહેલાં અફઘાનિસ્તાને બેટિંગ દરમિયાન 18.2 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 112 રન કર્યા હતા. ત્યારબાદ સતત વરસાદ ચાલુ રહેતા મેચ પડતી મૂકવામાં આવી હતી અને ભારતીય ટીમને તેના સર્વગ્રાહી પ્રદર્શનને આધારે વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. અફઘાનિસ્તાનની ટીમ સિલ્વર મેડલ જીતી હતી.
આ પણ વાંચો: એશિયન ગેમ્સ ક્રિકેટમાં ભારતને ગોલ્ડ મેડલ
અફઘાનિસ્તાન 156 રનમાં ઓલઆઉટ
અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો જેમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાનને 37.2 ઓવરમાં 156 રનમાં ઓલઆઉટ થઇ ગઈ હતી
ICC Men's Cricket World Cup 2023
Bangladesh 🆚 Afghanistan 🏏Snaps from Bangladesh's bowling 🇧🇩
Photo Credit: ICC/Getty#BCB | #AFGvBAN| #CWC23 pic.twitter.com/SS1ul3hiXQ
— Bangladesh Cricket (@BCBtigers) October 7, 2023
અફઘાનિસ્તાન તરફથી સૌથી વધુ રન કર્યા રહેમાનુલ્લા ગુરબાઝના બેટથી
અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશની મેચમાં અફઘાનિસ્તાનના વિકેટકીપર અને ઓપનર બેટ્સમેન રહેમાનુલ્લા ગુરબાઝે 4 ચોક્કા અને 1 સિકસરના મદદથી 62 બોલમાં 47 રન કર્યા હતા.
બાંગ્લાદેશ શાકિબે અને મેહદી હસને 3-3- વિકેટ લીધી
અફઘાનિસ્તાનના બેટ્સમેન તરફથી શાનદાર શરુવાત પછી અફઘાનિસ્તાનના બેટ્સમેનને બાંગ્લાદેશના બોલરોએ વળતો જવાબ આપતા હદી હસન મિરાજ અને શાકિબ અલ હસને 3-3- વિકેટ લીધી લીધી હતી.
આ પણ વાંચો: ICC WORLD CUP 2023: શું થયા નિયમમાં ફેરફાર? કઈ ટીમ ટુર્નામેન્ટમાંથી આઉટ?
View this post on Instagram
અફઘાનિસ્તાનની ટીમે છોડ્યા કેચ
બાંગ્લાદેશ સામેની મેચમાં અફઘાનિસ્તાનની ટીમે ખરાબ ફિલ્ડીંગ કરતા બે કેચ છોડ્યા હતા
View this post on Instagram
તનજીદ હસન થયો રન આઉટ
અફઘાનિસ્તાનના 157 રનને ચેઝ કરતા બાંગ્લાદેશના બેટ્સમેન તનજીદ હસન 5મી ઓવરના પહેલા બોલમાં રન આઉટ થયો હતો.
View this post on Instagram
મેહદી હસન મિરાજે અને નઝમુલ હુસૈન શાંતો ફટકારી અડધી સદી
બાંગ્લાદેશ તરફથી મેહદી હસને શાનદાર બેટિંગ કરતા 5 ચોક્કની મદદથી 73 બોલમાં 57 રન કર્યા હતા.જયારે નઝમુલ હુસૈન શાંતોએ પણ અડધી સદી ફટકારી હતી.
આ પણ વાંચો: 1975 થી 2019 સુધીમાં કોણ જીત્યું વર્લ્ડ કપ,જાણો એક કિલકમાં
રાશિદ ખાન પણ રહ્યો નિષ્ફળ
અફઘાનિસ્તાનનો સ્ટાર બોલર રાશિદ ખાન બાંગ્લાદેશ સામેની મેચમાં એક પણ વિકેટ લીધી ન હતી.તેણે 9 ઓવરમાં 48 રન આપ્યા હતા.
અફઘાનિસ્તાન તરફથી નવીન-ઉલ-હક અને ફઝલહક ફારૂકી ની 1-1 વિકેટ
અફઘાનિસ્તાનના બોલર નવીન-ઉલ-હક અને ફઝલહક ફારૂકીએ બાંગ્લાદેશ સામેની મેચમાં નવીન-ઉલ-હકે મેહદી હસન મિરાજને 57 રને અને ફઝલહક ફારૂકીએ લિટન દાસને 13 રન આઉટ કર્યા હતા.
અફઘાનિસ્તાનના રહેમત શાહનો જોરદાર કેચ
બાંગ્લાદેશના બેટ્સમેન મેહદી હસન મિરાજ જયારે બાંગ્લાદેશને પહેલી જીત તરફ આગળ વધારી રહ્યા હતા ત્યારે અફઘાનિસ્તાનના રહેમત શાહે જોરદાર કેચ પકડ્યો હતો.`
View this post on Instagram