ગુજરાતટોપ ન્યૂઝ

પ્લાસ્ટિકની પ્લેટ, કપ, સ્ટ્રો, ઝંડા, ટ્રે, ફોર્ક, આઈસક્રીમની ચમચીના ઉપયોગ પર 1 જુલાઈથી પ્રતિબંધ, કેન્દ્ર સરકારનો પરિપત્ર

Text To Speech

અમદાવાદઃ કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને ક્લાઇમેટ ચેઇન્જ મંત્રાલયના પરિપત્રને આધારે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ આવી રહ્યો છે. 1 જુલાઈથી પ્લાસ્ટિકની પ્લેટ, ઝંડા, કપ, સ્ટ્રો, ટ્રે, ફોર્ક, આઈસ્ક્રીમની ચમચીનો ઉપયોગ કરી શકાશે નહીં. આ ઉપરાંત 120 માઈક્રોનથી પાતળી કેરી બેગના ઉપયોગ પર પણ 31 ડિસેમ્બરથી પ્રતિબંધ લગાવવામાં આવશે.

AMCના જનરલ બોર્ડમાં કરાયેલા ઠરાવને લઇને મ્યુનિ. કમિશનરે વિશેષ પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર ચોક્કસ નિયંત્રણો લાદવામાં આવ્યા છે. અગાઉ જ્યાં 40 માઇક્રોનથી પાતળી પ્લાસ્ટિકની થેલી પર પ્રતિબંધ હતો, તેની જાગ્યાએ 30 સપ્ટેમ્બર 2021થી 75 માઇક્રોનથી પાતળી થેલી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. જ્યારે હવેથી 31મી ડિસેમ્બર 2022 બાદ 120 માઇક્રોનથી પાતળી કેરીબેગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ પ્લાસ્ટિકની કેરીબેગના વેચાણ, ઉપયોગ, સંગ્રહ અને ઉત્પાદન સામે પણ પ્રતિબંધ જાહેર કર્યો છે. આ ઉપરાંત ગૂંથાયેલી ન હોય તેવી કેરીબેગ પણ 60 ગ્રામ પ્રતિ ચોરસ મીટરથી ઓછી ન હોવી જોઇએ તેવી સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે.

આ ઉપરાંત 1 જુલાઇ 2022થી ઉત્પાદકો, આયાતકારો, જથ્થાબંધના વેપારીઓ, વેચાણકારો અને ઉપયોગકર્તાઓ માટે અન્ય કેટલીક પ્લાસ્ટિકથી બનેલી વસ્તુઓ પ્રતિબંધિત કરવામાં આવી છે. જેમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક, પોલીસ્ટ્રીને અને એક્સાપાન્ડેડ પોલીર્સ્ટીન, કોમોડિટીઝનો સમાવેશ થાય છે. ખાસ કરીને ઇયર બડના પ્લાસ્ટિક સ્ટિક, બલુનની સ્ટિક, પ્લાસ્ટિકના ઝંડા, કેન્ડી સ્ટિક, આઇસ્ક્રીમની પ્લાસ્ટિકની ચમચી, થર્મોકોલના ડેકોરેશન પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પ્લેટ, કપ,ગ્લાસ, કટલરી જેવી કે ચમચી, કાંટો, સ્ટ્રો, ટ્રે, બોક્ષને લપેટવા માટે ફિલ્મ-પ્લાસ્ટિક, ઈન્વિટેશન કાર્ડ, સિગારેટ પેકેટ પર લગાવવાના પ્લાસ્ટિક, 100 માઇક્રોન કરતાં પાતળા પીવીસી બેનર પર પણ પ્રતિબંધ લગાવ્યો છે.

1 જુલાઈથી પ્લાસ્ટિકની આ વસ્તુઓના વપરાશ પર પ્રતિબંધ

  • ઈયર બડના પ્લાસ્ટિક
  • સ્ટિક
  • બલુન સ્ટિક
  • પ્લાસ્ટિક ઝંડા
  • કેન્ડી સ્ટિક
  • આઈસ્ક્રીમની ચમચી
  • થર્મોકોલનું ડેકોરેશન
  • પ્લેટ-કપ, ગ્લાસ
  • સ્ટ્રો
  • ટ્રે
  • બોક્સને લગાવવાની ટેપ
  • સિગારેટના પેકેટ પરનું પ્લાસ્ટિક

સિંગલ યુઝ પ્લાસ્ટિક પર નિયંત્રણ
કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટના નિયમોમાં સુધારો કરી 120 માઈક્રોન સુધીની કેરી બેગના ઉત્પાદન, આયાત, સ્ટોક કરવા કે વિતરણ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. પ્રદૂષણ નિયંત્રણમાં લેવા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ માટે ભારતે યુએનમાં રજૂઆત કરેલા ઠરાવ મુજબ આ નિર્ણય લેવાયો છે.

Back to top button