ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

JNUમાં વિરોધ પ્રદર્શનો પર પ્રતિબંધ, દેખાવો કરનારા વિદ્યાર્થીઓ પર દંડની જોગવાઈ

Text To Speech

નવી દિલ્હી, 12 ડિસેમ્બર: જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં ફરી એકવાર નવા નિયમો લાગુ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. નવા નિયમ મુજબ, યુનિવર્સિટી કેમ્પસમાં વિરોધ કરવા બદલ કે પોસ્ટર ચોંટાડવા પર વિદ્યાર્થીઓને 20,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ સિવાય જો કોઈ દેશ વિરોધી નારા લગાવશે તો તેને 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.

અગાઉ, હાઈકોર્ટના આદેશ પર વાઈસ ચાન્સેલર, રજિસ્ટ્રાર, પ્રોક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓની કચેરીઓ ધરાવતા વહીવટી બિલ્ડિંગના 100 મીટરની અંદર દેખાવો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. જો કે, હવે ચીફ પ્રોક્ટર ઓફિસ (CPO)ના સુધારેલા નિયમો મુજબ યુનિવર્સિટીએ વર્ગખંડની જગ્યાઓ તેમજ શૈક્ષણિક ઇમારતની 100 મીટરની અંદર પ્રદર્શન પર પ્રતિબંધ મૂક્યો છે. સુધારેલા નિયમો અનુસાર કોઈપણ ધર્મ, જાતિ અથવા સમુદાય પ્રત્યે અસહિષ્ણુતાને ઉશ્કેરવા અથવા ‘રાષ્ટ્ર વિરોધી’ પ્રવૃત્તિ કરવા બદલ 10,000 રૂપિયાનો દંડ થઈ શકે છે.

ABVPએ પણ જેએનયુ પ્રશાસનના નિર્ણયનો વિરોધ કર્યો 

ABVPના મીડિયા પ્રભારી અંબુજ તિવારીનું કહેવું છે કે JNUનો આ ફરમાન પહેલા પણ આવી ચૂક્યો છે, જેનો વિરોધ કરી પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. આ બિલકુલ ખોટું છે કારણ કે અમારી માંગણીઓ માટે આંદોલન કરવું એ અમારો બંધારણીય અધિકાર છે.

ક્યા કારણસર લાદવામાં આવ્યા આદેશ

ઑક્ટોબરમાં JNUમાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ લેંગ્વેજ સ્ટડીઝ બિલ્ડિંગની દિવાલ પર ‘રાષ્ટ્રવિરોધી’ સૂત્રો લખવામાં આવ્યા બાદ આ પગલાં લેવાયા છે. આ ઘટના બાદ, વહીવટીતંત્રે કેમ્પસમાં આવી ઘટનાઓની પુનરાવૃત્તિ પર વિચારણા કરવા માટે એક સમિતિની રચના કરવાની જાહેરાત કરી હતી. JNU વિદ્યાર્થી સંઘે નવા નિયમોનો વિરોધ કર્યો છે અને તેને વિરોધી વિચારોને દબાવવાનો પ્રયાસ ગણાવ્યો છે.

આ પણ વાંચો: દમણના દરિયા કિનારે ગુટખા ખાઈને થૂંકશો તો બે હજાર સુધીનો દંડ, જાતે જ થૂંકેલુ સાફ કરવું પડશે

Back to top button