રાજકોટમાં દિવસે ખાનગી બસો પર પ્રતિબંધ, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
- રાજકોટ શહેરમાં ટ્રાફિક સમસ્યા વધતાં લેવાયો નિર્ણય.
- શહેરના માધાપર ચોકડીથી પુનીત પાણીના ટાંકા સુધી ખાનગી બસોને સવારના 8 વાગ્યાથી લઈને રાત્રે 9 વાગ્યા સુધી ખાનગી બસો માટે પ્રવેશ પર પ્રતિબંધ.
રાજકોટ શહેર પોલીસ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે જેમા ખાનગી બસો માટે પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો છે. આ જાહેરનામાં મુજબ હવે શહેરના માધાપર ચોકડીથી પુનીત પાણીના ટાંકા સુધી ખાનગી બસો માટે પ્રવેશબંધી કરવામાં આવી છે.
રાજકોટ શહેરમાં ટ્રાફિક સમસ્યા વધતાં લેવાયો નિર્ણય:
રાજકોટ શહેરમાં ટ્રાફિક સમસ્યા ખુબ જ વધી રહી હતી, દિવસેને દિવસે જાહેરમાર્ગો પર ટ્રાફિકની સમસ્યા વધતી જ જતી હતી, તેમજ શહેરમાં વધતી જતી ભારે વાહનોની અવર-જવરથી શહેરના રસ્તાઓ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે ત્યારે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા ખાનગી બસોને લઈને એક જાહેરનામું બહાર પાડ્યુ છે જેમાં શહેરના માધાપર ચોક 150 ફુટ રીંગ રોડથી લઈને પુનીત પાણીના ટાંકા સુધી સવારના 8 વાગ્યાથી લઈને રાત્રે 9 વાગ્યા સુધી ખાનગી બસો માટે પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો છે.
આ રોડ પર ખાનગી બસોના પ્રવેશ પર પ્રતિબંધ:
રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલા નવા જાહેરનામા મુજબ સવારના 8 વાગ્યાથી રાત્રીના 9 વાગ્યા સુધી ૧૫૦ ફુટ રીંગ રોડ માધાપર ચોકડીથી પુનીત પાણીના ટાંકા સુધી ખાનગી લકઝરી બસો માટે પ્રવેશબંધી જાહેર કરવામાં આવે છે આ સિવાય ગોડલ ચોકડીથી જામનગર જવા માંગતી પ્રાઈવેટ લકઝરી બસો પુનીત પાણીના ટાકાથી વાવડી રોડ, 80 ફુટ રોડથી નવા ૧૫૦ રીંગ રોડથી ઘંટેશ્વર ટી-પોઇન્ટથી જામનગર તરફ જઈ શકશે અને માધાપર ચોકડીથી ગોડલ ચોકડી તરફ જવા માંગતી પ્રાઈવેટ લકઝરી બસો માધાપર ચોકડીથી ઘંટેશ્વર ટી-પોઇન્ટથી નવો 150 ફુટ રીંગરોડથી કટારીયા ચોકડી 80-કુટ રોડ વાવડી રોડથી પુનીત પાણીના ટાંકાથી ગોડલ ચોકડી જઈ શકશે.
આ પણ વાંચો: ઉનામાં નકલી ઘી બનાતું કારખાનું ઝડપાયું, 50થી વધુ નકલી ઘીના ડબ્બા મળી આવ્યા