ગલ્ફ દેશોમાં પ્રતિબંધથી ઋત્વિક દીપિકાની ફિલ્મ ફાઈટરની કમાણીને અસર
- ફાઈટરની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં ઋતિક અને દીપિકાની જોડી પહેલીવાર મોટા પડદા પર જોવા મળશે. આ જોડીને લોકો ખૂબ પસંદ કરી રહ્યાં છે. જોકે ફિલ્મના કલેક્શનને થોડો ફટકો પડે તેવી શક્યતાઓ છે.
બોલિવૂડ એક્ટર ઋતિક રોશન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ફાઈટરની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે ફિલ્મની રિલીઝને માત્ર એક જ દિવસ બાકી છે. આ ફિલ્મમાં ઋતિક અને દીપિકાની જોડી પહેલીવાર મોટા પડદા પર જોવા મળશે. આ જોડીને લોકો ખૂબ પસંદ કરી રહ્યાં છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. સિદ્ધાર્થ આનંદની ડિરેક્ટ કરેલી ફિલ્મ ફાઈટર 25 જાન્યુઆરીએ થિયેટર્સમાં રિલીઝ થશે. આ ફિલ્મ ગલ્ફ દેશોમાં રિલીઝ નહીં થાય જેના કારણે તેના કલેક્શનને ઘણી અસર થશે.
ગલ્ફ દેશોમાં પ્રતિબંધિત
સેન્સરના કારણોસર ભારત અને પાકિસ્તાન પર આધારિત ફિલ્મ ‘ફાઇટર’ UAE સિવાય અન્ય ખાડી દેશોમાં રિલીઝ નહીં થાય. આ ફિલ્મ યુએઈમાં PG15 ક્લાસિફિકેશન સાથે પણ રિલીઝ થશે. બોલિવૂડની આ ફિલ્મમાં ચાહકો પહેલીવાર એરિયલ એક્શન જોવા જઈ રહ્યા છે.
ક્લેક્શન પર અસર પડશે
ફાઈટર બોક્સ ઓફિસ પર સારું કલેક્શન કરશે તેવી આશા છે. આ ફિલ્મ ભારતમાં પહેલા દિવસે લગભગ 25 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી શકે છે. 26મી જાન્યુઆરીએ આ કલેક્શનમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. આ ફિલ્મને ભારતમાં લોંગ વીકેન્ડનો ઘણો ફાયદો થશ,. પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં નુકસાન થવાનું નક્કી છે.
ફાઈટર ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદે કર્યું છે. ફિલ્મની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો, ઋત્વિકની સાથે દીપિકા પાદુકોણ, કરણ સિંહ ગ્રોવર, અનિલ કપૂર અને અક્ષય ઓબેરોય મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
આ પણ વાંચોઃ અફેરની અફવાઓ વચ્ચે પરેશાન કંગનાએ કહ્યું, કોઈને ડેટ કરી રહી છું, રાહ જુઓ