ગુજરાતટોપ ન્યૂઝ

પ્રતિબંધ: ગુજરાતના આ વિસ્તારોમાં ડ્રોન ઉડાવ્યું તો થશે સજા

ગુજરાતમાં વિવિધ શહેરો અને તેમાં ખાસ કરીને કેટલાક વિસ્તારોમાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ છે. જેમાં ડ્રોન માટે ADMએ રેડ-યલો ઝોન વિસ્તાર જાહેર કર્યો છે. તથા વડોદરાખાતે 13 ક્રિટિકલ/સ્ટ્રેટેજિકલ ઈન્સ્ટોલેશન પૈકી 11 રેડ અને 2 યલો ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લામાં ડ્રોન હુમલાની શક્યતાને કારણે વિવિધ વિસ્તારોમાં આવેલા 13 સૌથી મહત્ત્વના સ્થળે ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ લગાવાયો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સંબંધિત વિસ્તારને રેડ અને યલો ઝોન તરીકે જાહેર કર્યો છે.

આ પણ વાંચો: વાયરલ ન્યૂઝ: અમદાવાદ-વડોદરામાં કોરોનાનો નવો વેરિયન્ટ BF.7 સામે આવ્યો, જાણો સત્ય

13 પૈકી 11ને રેડ અને 2 યલો ઝોનમાં વિભાજીત કરવામાં આવ્યા

જિલ્લામાં ડ્રોન દ્વારા હુમલા થવાની શક્યતા ધરાવતા ક્રિટિકલ / સ્ટ્રેટેજીકલ 13 ઇન્સ્ટોલેશન સુરક્ષાની જવાબદારી સ્થાનિક પોલીસની છે. 13 જગ્યાએ U.A.V. કે જેમાં રિમોર્ટ કંટ્રોલ સંચાલિત કેમેરા લગાડેલ ડ્રોન અથવા કંટ્રોલ માઈક્રોલાઈટ એરક્રાફ્ટ કે પેરાગ્લાઈડર જેવા સાધનોથી દેશ વિરોધી સંગઠનો, આતંકવાદીઓ અથવા અસામાજિક તત્ત્વો નુકશાન પહોંચાડી શકે તેવી દહેશત છે. જિલ્લામાં શાંતિ જળવાય અને જાનમાલના જોખમને ધ્યાનમાં રાખી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા 13 સ્થળને રેડ ઝોન તથા યલો ઝોન વિસ્તાર જાહેર કર્યો છે. 13 પૈકી 11ને રેડ અને 2 યલો ઝોનમાં વિભાજીત કરવામાં આવ્યા છે. આ હુકમનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ 188 મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું તા. 11 ફેબ્રુઆરી સુધી અમલમાં રહેશે.

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોના કેસ બાબતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કર્યો મોટો ખુલાસો

તમામ 24 પ્રતિબંધિત વિસ્તારોને નો ડ્રોન ઝોન જાહેર કરાયા

સુરેન્દ્રનગર જિલ્લાના 24 પ્રતિબંધિત વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ડ્રોન નહી ઉડાવવા સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ બહાર પાડવામા આવ્યુ છે. સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.ડી.ઝાલાએ જિલ્લાના પોલીસ અધિક્ષકની દરખાસ્ત સાથેની યાદી મુજબ 24 પ્રતિબંધિત વિસ્તારોમાં સક્ષમ અધિકારીની પરવાનગી વગર ડ્રોન કે રીમોટથી કંટ્રોલ કરાતા એરીયલ મિસાઈલ કે પેરાગ્લાઈડર રીમોટ કંટ્રોલ, માઈક્રો લાઈટ એરક્રાફટ ચલાવવાની મનાઈ ફરમાવી છે. તેમજ આ તમામ 24 પ્રતિબંધિત વિસ્તારોને નો ડ્રોન ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: સુરત: પિતાવિહોણી 300 દીકરીઓના ભવ્ય લગ્નોત્સવમાં યોજાશે અનોખો રેકોર્ડ

જો કોઈ ઈસમ ઉપરોકત જાહેરનામાનો ભંગ કરશે, તેમ કરવામાં મદદગારી કરશે તો ભારતીય દંડ સંહિતાની કલમ-188 હેઠળ દંડ અને શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામુ તા.29-03-2022થી 60 દિવસ સુધી અમલમાં રહેશે.

Back to top button