બલવંતસિંહ રાજપૂત, જગદીશ વિશ્વકર્માને હસ્તે હસ્ત કલાકારોને પુરસ્કારો એનાયત
ગાંધીનગર, 27 નવેમ્બર, ગાંધીનગર ખાતે આજે મંત્રી બલવંતસિંહ રાજપૂત અને રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા સહિત મહાનુભાવોના હસ્તે વર્ષ ૨૦૨૩ના હાથશાળ-હસ્તકલા ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત ૧૧ કારીગરોને પુરસ્કાર-રોકડ ઈનામ આપીને સન્માનિત કરાયા હતા. જેની વિગતો આ મુજબ છે.
ગુજરાતની કલાકારીગરીનો વ્યાપ વધે અને તેના બહોળા પ્રમાણમાં વિકાસ થાય તેમજ કારીગરોને પ્રોત્સાહન મળે તે માટે ગુજરાતની અલગ-અલગ ક્રાફટને આવરી લઇને ગુજરાતના હાથશાળ-હસ્તકલા ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર કારીગરોને ક્રાફટવાઇઝ એવોર્ડ આપવા સરકાર દ્વારા યોજના અમલમાં છે.
આ યોજના અંતર્ગત સેકટરવાઇઝ ક્રાફટ જેમાં (૧) ટેક્ષ્ટાઇલ, (૨) ભરતકામ, (૩) મોતીકામ/ચર્મકામ/અર્થન/લાકડુ તથા વાંસકામ/મેટલ ક્રાફટ અને (૪) અન્ય ક્રાફટ પૈકી દરેક સેકટરવાઇઝ ક્રાફટમાં પ્રથમ અને દ્રિતીય એમ કુલ ૦૮ પારિતોષિક, ઉત્કૃષ્ઠ મહિલા કારીગરને ૦૧ રાજય પારિતોષિક અને ૦૧યુવા કારીગરને રાજય પારિતોષિક તેમજ લુપ્ત થતી કલાકારીના પુનરૂધ્ધાર માટે ૦૧ રાજય પારિતોષિક એમ એક વર્ષ માટેકુલ ૧૧ રાજય પારિતોષિક આપવાના થાય છે. આ માટે પસંદ થયેલ કારીગરને તામ્રપત્ર, શાલ તેમજ રોકડ પુરસ્કાર આપવામાં આવે છે.
રોકડ પુરસ્કારમાં સેકટરવાઇઝ પ્રથમ સ્થાનને રૂા.૧,૦૦,૦૦૦/- તથા દ્વિતીય સ્થાનને રૂા.૫૦,૦૦૦/- તેમજ ઉત્કૃષ્ઠ મહિલા કારીગરને રૂા.૧,૨૫,૦૦૦/-,યુવા કારીગરને રૂા.૧,૦૦,૦૦૦/- અને લુપ્ત થતી કલાના કારીગરને રૂા.૧,૫૧,૦૦૦/- આપવામાં આવે છે.
આ પણ વાંચો..ગુજરાતની નવી કુટિર અને ગ્રામોદ્યોગ નીતિ જાહેરઃ જાણો શું છે મહત્ત્વના મુદ્દા