

આજે દેશભરમાં ઈદ-અલ-અજહા એટલે કે બકરી ઈદનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. બકરી ઈદર પર દેશની વિવિધ મસ્જિદોમાં લોકોએ નમાજ પઢી અને એકબીજાને શુભેચ્છા પાઠવી. સાથે જ દિલ્હીની જામા મસ્જિદમાં લોકોએ નમાઝ અદા કરી અને ખુદાને શાંતિ માટે પ્રાર્થના કરી હતી. જામા મસ્જિદમાં મોટી ભીડ જોવા મળી હતી. પ્રાર્થના બાદ લોકોએ એકબીજાને ગળે લગાવીને બકરી ઈદની શુભેચ્છા પાઠવી હતી. બાળકોથી માંડીને વૃદ્ધો આ પર્વની ઉમંગભેર ઉજવણી કરી રહ્યા છે.
#WATCH Delhi: Devotees offer namaz at Jama Masjid on the occasion of #EidAlAdha pic.twitter.com/bHfq0qUqDI
— ANI (@ANI) July 10, 2022
PM મોદીએ શુભેચ્છા પાઠવી
બકરી ઈદ ઈસ્લામ ધર્મના મુખ્ય તહેવારો પૈકીનો એક છે. ઈદ-ઉલ-ફિત્ર બાદ મુસલમાનોનો આ બીજો સૌથી મોટો તહેવાર છે. આ અવસર પર દરગાહ, મસ્જિદોમાં વિશેષ નમાજ પઢવામાં આવે છે. બકરી ઈદ રમજાનના 70 દિવસ બાદ મનાવવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈદ-અલ-અજહાના પર્વ પર દેશવાસીઓને શુભકામના પાઠવી છે.