બજરંગ પુનિયાએ કર્યો મોટો દાવો, ‘રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ સિંહ વિદેશ ભાગી શકે છે’
બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ સહિત ઘણા કુસ્તીબાજોનું ધરણા પ્રદર્શન બીજા દિવસે પણ ચાલુ છે. આ દરમિયાન બજરંગ પુનિયાએ ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહને લઈને મોટો દાવો કર્યો છે. બજરંગનું કહેવું છે કે બ્રિજભૂષણ સિંહ વિદેશ ભાગી શકે છે. વિનેશ ફોગાટે હડતાલના પહેલા દિવસે બુધવારે રેસલિંગ ફેડરેશન પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો. આ સાથે તેણે જાતીય સતામણીનો પણ ગંભીર આરોપ લગાવ્યો છે.
If we can fight for our country, then we can also fight for our rights: Olympian wrestler Bajrang Punia at Jantar Mantar in Delhi pic.twitter.com/avwxN82zJJ
— ANI (@ANI) January 19, 2023
ધરણાના બીજા દિવસે ગુરુવારે બજરંગે કહ્યું કે, જો આપણે દેશ માટે લડી શકીએ છીએ, તો પોતાના માટે પણ લડી શકીએ છીએ. અમારી લડાઈ બિન રાજકીય છે. તમામ ખેલાડીઓ અમારી સાથે છે. અમે ઝૂકીશું નહીં. અમને કોઈ રાજકારણીની જરૂર નથી. આપણે આપણા માટે લડી શકીએ છીએ.
#WATCH | CPI(M) leader Brinda Karat asked to step down from the stage during wrestlers' protest against WFI at Jantar Mantar in Delhi. pic.twitter.com/sw8WMTdjsk
— ANI (@ANI) January 19, 2023
ભારતીય કુસ્તીબાજો દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ચેમ્પિયન રેસલર બબીતા ફોગાટ વિરોધના સ્થળે પહોંચી ગઈ છે. તેણે ટ્વીટ કરીને કહ્યું કે, હું કુસ્તીના આ મામલે મારા તમામ સાથી ખેલાડીઓ સાથે ઉભો છું. હું તમને બધાને આશ્વાસન આપું છું કે હું દરેક સ્તરે સરકાર સાથે આ મુદ્દો ઉઠાવવા માટે કામ કરીશ અને ખેલાડીઓની લાગણીઓ અનુસાર ભવિષ્ય નક્કી કરવામાં આવશે.
આ પણ વાંચો : ગીતા અને બબીતા ફોગટ કુસ્તીબાજોના સમર્થનમાં આવ્યા, જંતર-મંતર પહોંચ્યા