ઝારખંડના રાંચીમાં બજરંગ દળની બસ પર પથ્થરમારો, 10 ઘાયલ
- મહિલાઓ સહિત બજરંગ દળના 10 કાર્યકરો થયા ઘાયલ
- ઘાયલોને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા
ઝારખંડના રાંચીમાં બજરંગ દળની બસ પર રવિવારે(8 ઓક્ટોબરે) પથ્થરમારાની ઘટના બની છે. જેમાં મહિલાઓ સહિત બજરંગ દળના 10 કાર્યકરો ઘાયલ થયાં હતા. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટના રવિવારે રાત્રે લગભગ 8.45 વાગ્યે હજારીબાગ નજીક પેલાવલ વિસ્તારમાં આવેલી એક મસ્જિદ પાસે બની હતી.
આ ઘટના અંગે સોમવારે પોલીસના જણાવ્યા મુજબ, ઝારખંડના રાંચીમાં બજરંગ દળના કાર્યકરો ‘શૌર્ય જાગરણ યાત્રા કાર્યક્રમ’માં ભાગ લઈને હજારીબાગ પરત ફરી રહ્યા હતા ત્યારે ટોળા દ્વારા તેમની બસ પર પથ્થરમારો કરવામાં આવતાં મહિલાઓ સહિત ઓછામાં ઓછા 10 કાર્યકરો ઘાયલ થયા હતા
પોલીસ દ્વારા ઘટના અંગે શું જણાવવામાં આવ્યું ?
અહેવાલ મુજબ, ઘટના અંગે હજારીબાગના પોલીસ અધિક્ષક મનોજ રતન ચોથેએ જણાવ્યું હતું કે, હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી પરંતુ આ ઘટનામાં સામેલ બંને જૂથોના બદમાશોની ઓળખ કરવામાં આવી છે અને સામેલ વ્યક્તિઓ સામે FIR દાખલ કરવામાં આવશે.
Bus filled with Hindu devotees attacked in Ranchi, Jharkhand.
The devotees were returning from Bajrang Dal’s Shaurya Yatra organized at Prabhat Tara Maidan. The bus came under attack soon as it reached allegedly a muslim dominated area.pic.twitter.com/0Vq4PlzW5y
— Megh Updates 🚨™ (@MeghUpdates) October 9, 2023
SPએ જણાવ્યું હતું કે, તપાસના આધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવશે કારણ કે પથ્થરમારો કરનારા ચોક્કસ સમુદાયના સભ્યોએ આક્ષેપ કર્યો છે કે બસ મસ્જિદોની સામે રોકાઈ હતી અને મુસાફરોએ ‘જય શ્રી રામ’ અને અન્ય ધાર્મિક અને વાંધાજનક સૂત્રો પોકાર્યા હતા. વધુમાં કહ્યું કે, આ ઘટના હજારીબાગ શહેર નજીક પેલાવલ ખાતે એક મસ્જિદની સામે બની હતી જ્યારે બસના મુસાફરો હજારીબાગથી લગભગ 30 કિમી દૂર કટકામસાંડી પરત ફરી રહ્યા હતા. પોલીસના સમયસર આગમનને કારણે કોઈ અપ્રિય ઘટનાને અટકાવવામાં આવી હતી તેવો SPએ દાવો કર્યો હતો.
આ પણ જુઓ :ગુજરાત: યુવાનનું પોલીસ બનાવું સપનું રોળાયું, ભરતીની તૈયારી કરતા આવ્યો હાર્ટ એટેક