ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસહેલ્થ

બજાજ ફિનસર્વ રૂ. 24,180 કરોડમાં ઇન્સ્યોરન્સ JVમાં 26 ટકા હિસ્સો ખરીદશે

મુંબઇ, 18 માર્ચઃ બજાજ ફિનસર્વે બે વીમા સંયુક્ત સાહસો બજાજ એલિયાંઝ જનરલ ઇન્સ્યોરન્સ કંપની (BAGIC) અને બજાજ એલિયાંઝ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની (BALIC)માં રૂ. 24,180 કરોડના ખર્ચે 26 ટકા હિસ્સો હાંસલ કરવા માટે શેર ખરીદ કરાર પર હસ્તાક્ષર કર્યા હોવાનું એક યાદીમાં જણાવ્યું છે. આ હસ્તાંતરણ બાદ બજાજ ગ્રુપનો બન્ને ઇન્સ્યોરન્સ સાહસોમાં હાલના 74 ટકાથી વધીને 100 ટકાનો થઇ જશે. બજાજ ગ્રુપ BALICમાં રૂ. 10,400 કરોડની કિંમતે અને  BAGICમાં રૂ. 13,780 કરોડમાં 26 ટકા હિસ્સો ખરીદશે. શેર ખરીદ કરાર (એસપીએ) એલિયાંઝનો સંપૂર્ણ હિસ્સો સરળ રીતે ટ્રાન્સફર થઇ જાય તેની ખાતરી રૂપે રચનાત્મક અને મૈત્રીપૂર્ણ ચર્ચાનું મિશ્રણ છે એમ કંપનીએ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું.

આ એસપીએ હેઠળ બજાજ ફિનસર્વ 10.01 ટરા, બજાજ હોલ્ડિંગ્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ આશરે 19.95 ટકા અને જમનાલાલ સન્સ આશરે 5.04 ટકા હિસ્સો એમ થઇને પ્રત્યેક કંપનીઓમાં 26 ટકા હિસ્સો થશે.

એક્વિઝીશન બાદ બજાજ ફિનસર્વનો હિસ્સો બન્ને કંપનીઓમાં 75.01 ટકાનો થશે. એક વખત સંયુક્ત સાહસને એસપીએની શરતો હેઠળ ટર્મીનેટ કરવામાં આવે તે પછી બજાજ ગ્રુપ અને એલિયાંઝ ભારતમાં તેમના ઇન્સ્યોરન્સ વ્યૂહરચનાઓને સ્વતંત્ર રીતે અનુસરશે.

બજાજ ફિનસર્વ દ્વારાનું એક્વિઝીશન રેગ્યુલેટરી સંમતિઓની શરતે રહેશે જેમાં કો્મ્પીટીશન કમિશન ઓફ ઇન્ડિયા (સીસીઆઇ) અને ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવપલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ઇરડાઇ)નો સમાવેશ થાય છે.

કંપનીએ જારી કરેલા નિવેદન અનુસાર ઇન્સ્યોરન્સ બિઝનેસીસના સંદર્ભમાં બજાજ ગ્રુપ અને એલિયાંઝ SE વચ્ચેના 24 વર્ષ જૂના સંયુક્ત સાહસ કરારો 6.1 ટકાના સંપાદનના પ્રથમ હપ્તાની પૂર્તિ બાદ ટર્મીનેટ (અંત) થશે અને એલિયાંઝ એક પ્રમોટરને બદલે રોકાણકાર તરીકે ઉભરી આવશે.

બજાજ ફિનસર્વના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સંજીવ બજાજે જણાવ્યું હતુ કે  “એલિયાંઝ સાથે અમે ભારતમાં મજબૂત બે ઇન્સ્યોરન્સ કંપનીઓની સ્થાપના કરી છે, જેનું સંયુક્ત પ્રિમીયમ રૂ. 40,000 કરતા વધુ છે, તેની સાથે ઉદ્યોગમાં શ્રેષ્ઠ સોલ્વન્સી માર્જિન પણ જાળવી રાખ્યો છે. અમે ભારતમાં ઇન્સ્યોરન્સ ક્ષેત્રે  અમારા ગ્રાહકોના વધુ સારા ઍક્સેસ અને ચડીયાતો અનુભવ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ.  બન્ને કંપનીઓમાં એક જ માલિકીને કારણે આગામી વર્ષોમાં અમારા હિસ્સાધારકો માટે મૂલ્યને આગળ ધપાવવા માટે આ સંપાદન એક મોટા ચાલક તરીકે પૂરવાર થશે તેનો અમને આત્મવિશ્વાસ છે.”

આ પણ વાંચોઃ એસબીઆઇએ યીલ્ડ વધતા ભંડોળ ઊભુ કરવાનું માંડી વાળ્યુ, નવા વર્ષે બજારમાં પ્રવેશે તેવી શક્યતા

Back to top button