રાજકોટમાં યુવાને ટ્રક હેઠળ પડતું મુકી કરી લીધો આપધાત


રાજકોટ શહેરના ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારમાં ગઇકાલે એક યુવાને ટ્રક હેઠળ ઝંપલાવી આપધાત કરી લીધાનો બનાવ સામે આવ્યો હતો. પરપ્રાંતીય યુવાન દ્વારા કોઇ કારણસર ટ્રકના જોટા નીચે આવી જઇ મોત વ્હાલુ કરી લેવામાં આવ્યું હોવાની ધટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી આ બનાવમાં મૃતકના વાલી-વારસની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
મૃતકના પરિવારજનોની શોધખોળ હાથ ધરવામાં આવી
મળતી માહિતી મુજબ ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારમાં ગઇકાલે યુવકે ટ્રક હેઠળ પડતુ મુકી આપધાત કરી લીધો હોવાની જાણ બી ડીવીઝન પોલીસ મથકમાં કરવામાં આવી હતી. બનાવની જાણ થતા પીએસઆઇ ત્રાજીયા સહીતનો સ્ટાફ ધટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ કરતા યુવકનું મોત નીપજ્યાનું જાણવા મળ્યું હતું. જે બાદ તેના મૃતદેહને પીએમ માટે સીવીલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવમાં બી ડીવીઝન પોલીસે તપાસ કરતા બનાવ સ્થળના સીસીટીવી કેમેરામાં ધટના કેદ થઇ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકનું નામ નીલમ હોવાનું જાણવા મળ્યું છે અને તે પરપ્રાંતીય હોવાનું ખુલ્યું છે. જો કે, મૃતક ક્યાં રહેતો? શું કરતો? તેમજ તેના પરિવારજનો ક્યાં છે? તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.