કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

મોરબી દુર્ઘટનાના 8 આરોપીઓની જામીન અરજી નામંજૂર, તમામ જેલહવાલે

Text To Speech

મોરબીમાં ઝૂલતા પુલ તુટવાની દુર્ઘટના બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે જે તે સમયે નવ આરોપીને પકડ્યા હતા અને તે આરોપીઓના રીમાન્ડ પૂર્ણ થયા બાદ તાકીદે હાલમાં તેમને જેલમાં ધકેલવામાં આવ્યા છે દરમ્યાન આઠ આરોપીઓએ જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી જેની અગાઉ સુનવણી હતી અને આરોપીના વકીલ તેમજ સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલોને ધ્યાને લઈને કોર્ટે આજે તમામ અરજી રદ્દ કરવામાં આવેલ છે.

જામીન અરજી ઉપર સરકારી વકીલ અને બચાવપક્ષે દલીલ કરવામાં આવી

મળતી માહિતી મુજબ, મોરબીમાં ગત 30 તારીખે ઝૂલતો પુલ તૂટ્યો હતો જેમા 135 લોકોના મોત નિપજ્યાં હતા અને તે બનાવ સંદર્ભે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે મેનેજમેંટ અને મેન્ટેનન્સનું કામ કરતી એજન્સીના કુલ મળીને નવ આરોપીને પકડીને પોલીસે જેલ હવાલે કરેલ છે અને તેમાંથી મેનેજમેન્ટ કરતી એજન્સી ઓરેવાના મેનેજર દિપક નવીનચન્દ્ર પારેખ, દિનેશ મહસુખરાય દવે તેમજ મેન્ટેનન્સનું કામ કરતી એજન્સીના દેવાંગ પ્રકાશભાઈ પરમાર, પ્રકાશ લાલજીભાઈ પરમાર, મનસુખભાઇ વાલજીભાઈ ટોપીયા, માદેવભાઈ લાખાભાઈ સોલંકી, અલ્પેશભાઈ ગલાભાઈ ગોહિલ, દિલીપભાઈ ગલાભાઈ ગોહિલ, મુકેશભાઈ દલસિંગભાઈ ચૌહાણએ જામીન માટે અરજી કરેલ હતી. આ આઠ આરોપીની જામીન અરજી સંદર્ભે ગત તા 21 ના રોજ મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સુનવણી હોય આરોપીના વકીલ તેમજ સરકારી વકીલ દ્વારા બંને પક્ષેથી દલીલો કરવામાં આવી હતી.

આરોપીઓની ઘટનામાં સીધી જવાબદારી ફિક્સ નથી થતી

ખાસ કરીને આરોપીઓના વકીલ દ્વારા જામીન મેળવવા માટે થઈને જુદી જુદી કોર્ટમાં આપવામાં આવેલા ચુકાદાઓને રજૂ કરવામાં આવ્યા હતા અને આરોપીની સીધી રીતે કોઈ જવાબદારી ફિક્સ થતી નથી તેવી દલીલ કરવામાં આવી હતી તો સામાપક્ષેથી સરકારી વકીલ દ્વારા પણ મજબૂત પુરાવાઓને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા જેને ધ્યાને રાખીને હાલમાં કોર્ટે આજે આઠેય આરોપીઓની જામીન અરજીને રદ કરેલ છે જોકે તારીખ 22 ના રોજ નવમા આરોપીની જામીન અરજી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મુકવામાં આવી હતી અને દલીલ કરવામાં આવી હતી તેમની તેનો ફેસલો તારીખ 24 ના રોજ કરવામાં આવનાર છે.

Back to top button