બાગપત લાક્ષાગૃહ: હિન્દુઓની તરફેણમાં કોર્ટનો નિર્ણય આવતા ગુરુકુળમાં કરાયો યજ્ઞ
- કોર્ટના નિર્ણય બાદ શાંતિ જાળવવા માટે લાક્ષાગૃહ સંકૂલમાં ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત
- લાક્ષાગૃહ સંકૂલમાં કોઈપણ બહારની વ્યક્તિની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ
બાગપત (ઉત્તર પ્રદેશ), 6 ફેબ્રુઆરી: ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના બરનવા ગામના લાક્ષાગૃહ સ્થિત પ્રાચીન ટેકરાને લઈને ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે. કોર્ટે 53 વર્ષ બાદ આ વિવાદિત કેસનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આ ઐતિહાસિક નિર્ણય હિંદુઓની તરફેણમાં આપ્યો છે. નિર્ણય બાદ આચાર્યો અને વિદ્યાર્થીઓએ મંગળવારે સવારે મહાનંદ સંસ્કૃત વિદ્યાલય ગુરુકુલના પ્રાંગણમાં વેદ મંત્રો સાથે યજ્ઞ કર્યો હતો. કોર્ટના નિર્ણય બાદ શાંતિ જાળવવા માટે લાક્ષાગૃહ સંકુલની અંદર અને બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સીઓ સુરક્ષા વ્યવસ્થા પર નજર રાખી રહ્યા છે. અહીં કોઈપણ બહારની વ્યક્તિની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ છે. બદૌત મેરઠ રોડ પર હિંડોન નદીના પુલ પર પણ પોલીસ બંદોબસ્ત બનાવવામાં આવ્યો છે.
#WATCH | Baghpat, Uttar Pradesh: Security deployed outside Lakshagriha in Barnawa after Baghpat Court gave its verdict regarding ownership rights over land and tomb in favour of the Hindu side, yesterday. pic.twitter.com/cB0g72UlYE
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 6, 2024
કોર્ટ દ્વારા મુસ્લિમ પક્ષના દાવાને ફગાવી દેવામાં આવ્યો
અદાલતે પ્રાચીન ટેકરાને લાક્ષાગૃહ ગણાવ્યો છે. કોર્ટ દ્વારા પ્રાચીન ટેકરા પર બદરુદ્દીનની દરગાહ અને કબ્રસ્તાન હોવાના મુસ્લિમ પક્ષના દાવાને ફગાવી દેવામાં આવ્યો છે. કોર્ટના નિર્ણય બાદ હિન્દુ પક્ષોમાં ખુશીની લહેર છે. બીજી તરફ આ નિર્ણય બાદ અહીં સ્થિત સંસ્કૃત ગુરુકુળ કેમ્પસમાં અભ્યાસ કરતા વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ વેદ મંત્રોના પાઠ સાથે સ્વસ્તિ યજ્ઞ કરી અને રાષ્ટ્રના કલ્યાણની કામના કરીને ખુશી વ્યક્ત કરી હતી.
@TeamGSquare 1. LakshaGriha, 40 km from Prayagraj. Large portion of it collapsed in flood. Pandavas reached Ganga ji when they escaped. 2. 9th century from Lakshagriha, Allahabad museum, 3. Panchamukhi Shivalinga . Lakhamandal and Baghpat are far from Ganga to be Lakshagriha. pic.twitter.com/VDfCaFTSaC
— Soumitra Singh सौमित्र (@soumitrashashi) April 30, 2023
ગુરુકુળના આચાર્ય અરવિંદ શાસ્ત્રી, આચાર્ય ગુરુવચન, આચાર્ય જયકૃષ્ણ, વિજય કુમાર, દેવેન્દ્ર શાસ્ત્રી, સંજીવ શાસ્ત્રી વગેરેએ આ નિર્ણયને વૈદિક સંસ્કૃતિનો વિજય ગણાવ્યો હતો અને ખુશી વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, બરનવામાં 110 વીઘાથી વધુ જમીનને લઈને કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. મુસ્લિમ પક્ષ આ જમીનને સૂફી સંત શેખ બદરુદ્દીનની કબર અને કબ્રસ્તાન કહે છે. જ્યારે હિન્દુ પક્ષે દાવો કર્યો હતો કે, આ મહાભારત કાળનું લાક્ષાગૃહ છે. આખરે, આ સમગ્ર મામલામાં 53 વર્ષ પછી, બાગપત કોર્ટે સોમવારે (5 ફેબ્રુઆરી) હિન્દુ પક્ષની તરફેણમાં ચુકાદો આપ્યો.
આ પણ જુઓ: ધ રામાયણ સાગા- ટૂર શું છે? શ્રીલંકા માટે કોણ શરૂ કરશે આ પેકેજ, જાણો વિગતો