તામિલનાડુમાં બાગમતી એક્સ.માલગાડી સાથે અથડાતા આગ લાગી, જૂઓ વીડિયો
તિરુવલ્લુર, 11 ઓક્ટોબર : તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાં શુક્રવારે મોડી સાંજે એક મોટો ટ્રેન અકસ્માત થયો હતો. અહીં બે ટ્રેનની ટક્કરથી એક્સપ્રેસ ટ્રેનના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. અકસ્માતને કારણે પેસેન્જર ટ્રેનના બે ડબ્બામાં આગ લાગી હતી. હાલમાં આગ ઓલવવાનું અને લોકોને બચાવવાનું કામ ચાલી રહ્યું છે.
STORY | Express train rams into stationary train in Tamil Nadu
READ: https://t.co/bKX61dBdMH
VIDEO:
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/jjbDRoMX2O
— Press Trust of India (@PTI_News) October 11, 2024
મળતી માહિતી મુજબ, ટ્રેન નંબર 12578, મૈસૂર-દરભંગા બાગમતી એક્સપ્રેસ રાત્રે 8:50 વાગ્યે એક માલગાડી સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિની માહિતી નથી. કહેવાય છે કે ત્રણ બોગી પાટા પરથી ઉતરી ગઈ છે. ટ્રેનના કોચમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી ચાલી રહી છે.
VIDEO | Mysuru-Darbhanga Express met with an accident near Kavarapettai Railway Station in the Chennai Division, causing derailment of at least two coaches. More details awaited.
(Source: Third Party) pic.twitter.com/ukS2r9WicS
— Press Trust of India (@PTI_News) October 11, 2024
એક્સપ્રેસ ટ્રેન સ્થિર માલગાડી સાથે અથડાઈ
આ દુર્ઘટના અંગે ન્યૂઝ એજન્સી પીટીઆઈએ જણાવ્યું છે કે એક્સપ્રેસ ટ્રેનની બોગી અન્ય ટ્રેન સાથે અથડાયા બાદ આગ લાગી હતી. આ મામલામાં રેલ્વે પોલીસે કહ્યું છે કે કાવરપેટ્ટાઈમાં એક એક્સપ્રેસ ટ્રેન ઉભી રહેલી ટ્રેનને ટક્કર મારી છે, જેમાં ઘણા લોકો ઘાયલ થવાની આશંકા છે.
VIDEO | Mysuru-Darbhanga Express met with an accident near Kavarapettai Railway Station in the Chennai Division, causing derailment of at least two coaches. More details awaited.
(Source: Third Party) pic.twitter.com/ukS2r9WicS
— Press Trust of India (@PTI_News) October 11, 2024
ટ્રેન મૈસુરથી દરભંગા જઈ રહી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, સૂત્રોનું કહેવું છે કે આ અકસ્માતમાં માત્ર 10 લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માલગાડીને વધુ નુકસાન થયું છે. NDRF અને SDRFના જવાનોને ઘટનાસ્થળે મોકલવામાં આવી રહ્યા છે. આ ટ્રેનમાં મોટી સંખ્યામાં બિહારના લોકો મુસાફરી કરતા હોવાની આશા છે, કારણ કે આ ટ્રેન મૈસૂરથી દરભંગા તરફ જઈ રહી હતી.
દુર્ઘટનાને જોતા ચેન્નાઈથી રાહત અને બચાવ ટીમ ઘટના સ્થળે રવાના થઈ ગઈ છે. પેસેન્જર ટ્રેનના બે એસી કમ્પાર્ટમેન્ટમાં આગ લાગી છે, જેના કારણે તેને કાબૂમાં લેવાનું કામ ચાલી રહ્યું છે. એવી માહિતી પણ મળી રહી છે કે અકસ્માતનું કારણ સિગ્નલની ખરાબી હતી, જેના કારણે પેસેન્જર ટ્રેન ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ હતી.
આ પણ વાંચો :- આખરે Air India નું ફ્લાઈટનું સુરક્ષિત બેલી લેન્ડિંગ કરાયું, તમામ 141 મુસાફરોએ લીધો રાહતનો શ્વાસ