ઉત્તર પ્રદેશ: બાગપતમાં મોટી દુર્ઘટના, 7 લોકોના મૃત્યુ, 40થી વધારે ઘાયલ
બાગપત, 28 જાન્યુઆરી 2025: બાગપતમાં ભગવાન આદિનાથના નિર્વાણ લડ્ડૂ પર્વ પર માન સ્તંભ પરિસરમાં લાકડાથી બનાવેલ મંચ પડી ગયો હતો. તેના કારણે 50થી વધારે શ્રદ્ધાળુઓ દબાઈ ગયા હતા. 7 લોકોના મૃત્યુ થઈ ગયા છે અને 40થી વધારે ઘાયલ થઈગયા છે. પોલીસ અને પ્રશાસનના ટોપ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. બચાવ કાર્ય ચાલી રહ્યું છે. તો વળી દુર્ઘટના બાદ ભાગદોડ મચી ગઈ હતી. બડૌત શહેર કોતવાલી વિસ્તારમાં આવતા ગાંધી રોડ પર બનેલા પંડાલમાં દુઘટના થઈ. લોહીથી લથબથ લોકોને એમ્બ્યુલન્સથી હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા.
Major accident during the Lord Aadinath “Nirvan Ladoo event” in Baraut area in UP’s Baghpat district. Several feared trapped and injured after a makeshift wooden log structure at Manstambh premises collapsed.
Warning: Disturbing video. pic.twitter.com/2DTcSuhhKG
— Piyush Rai (@Benarasiyaa) January 28, 2025
કેટલાય જૈન શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હોવાનું કહેવાય છે. દુર્ઘટનાની જાણ થતાં જ બડૌત કોતવાસી ઈંસ્પેક્ટર ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા અને બચાવ કાર્ય શરુ કરી દીધું. એમ્બ્યુલન્સ સમય પર નહીં મળતા ઘાયલોને ઓટો રિક્ષામાં હોસ્પિટલે પહોંચાડ્યા. અત્યાર સુધીમાં 7 લોકોના મૃત્યુ થઈ ચુક્યા છે. પોલીસ અને શહેરી પ્રશાસન અધિકારી દુર્ઘટનાસ્થળ પર હાજર છે. દુર્ઘટનાના કારણો જાણવાનો પ્રયાસ ચાલી રહ્યા છે. પોલીસ લોકોને બચાવવામાં સફળ રહી છે.
65 ફુટ ઊંચો મંચ બનાવ્યો હતો
જાણકારી અનુસાર, શ્રી દિગંબર જૈન ડિગ્રી કોલેજના મેદાન પર બનાવવામાં આવેલા માન સ્તંભનો મંચ તૂટવાથી 80થી વધારે લોકો ઘાયલ થઈ ગયા છે. આજે નિર્વાણ મહોત્સવ અંતર્ગત અહીં ધાર્મિક કાર્યક્રમ થવાનો હતો. અહીં 65 ફુટ ઊંચો મંચ બનાવ્યો હતો. તેની સીડી તૂટી ગઈ. તેનાથી ત્યાં દુર્ઘટના થઈ, જેમાં 80થી વધારે શ્રદ્ધાળુઓ નીચે દબાઈ ગયા અને ભાગદોડ મચી ગઈ. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાવ્યા. હાલમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ઘટનાસ્થળ પર પોલીસ અને પ્રશાસનને ટોપ અધિકારીઓ હાજર છે.
સીએમ યોગીએ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ બાગપત જિલ્લાની ઘટનાનું સંજ્ઞાન લીધું. મુખ્યમંત્રીએ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવા અને રાહત કાર્યમાં તેજી લાવવાના નિર્દેશ આપ્યા હતા. મુખ્યમંત્રીએ ઘાયલોને યોગ્ય સારવારના નિર્દેશ આપ્યા છે. તેની સાથે જ ઘાયલોને તાત્કાલિક સ્વસ્થ થવાની કામના કરી છે.
આ પણ વાંચો: મૌની અમાવસ્યા : રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે મહાસ્નાન, કરોડો સનાતની લગાવશે આસ્થાની ડૂબકી