બાગપત: યમુનામાં IGLગેસ પાઈપલાઈન ફાટતા પાણીના ઉંચા ફુવારા ઉછળ્યા,સ્થાનિકો ભયભીત
- બાગપતમાં યમુનામાં IGL ગેસ પાઈપલાઈન ફાટી
- પાણીના ફુવારા 40 ફૂટ સુધી ઉંચા ઉછળ્યા
- નદીમાં બનેલી આ ઘટના જોઈને ગ્રામજનો થયા ભયભીત
યમુના નદીમાં IGLકંપનીની ગેસ પાઈપલાઈન અચાનક ફાટી હોવાનું સામે આવ્યું છે. જે અંગે મળતી માહિતી અનુસાર, બાગપતમાં યમુનામાં ગેસ પાઈપલાઈન ફાટવાને કારણે યમુના નદીમાં લગભગ 40 ફૂટ સુધી ઉંચા પાણીના ફુવારા ઉછળ્યા હતા.નદીમાં બનેલી આ ઘટના જોઈને ગ્રામજનો ડરી ગયા હતા.આ અંગે અધિકારીઓને જાણ કરતા તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. અને ગેસનો પુરવઠો બંધ કરી આખા વિસ્તારને એલર્ટ કર્યો હતો.
ગેસ લાઈન ફાટતા ફૂવારા ઉછળ્યા
આ અંગે મળતી માહિતી અનુસાર, ઉત્તર પ્રદેશના બાગપતના છપરૌલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં યમુના નદીમાં IGLકંપનીની ગેસ પાઈપલાઈન અચાનક ફાટી હતી. ગેસ પાઈપલાઈન ફાટવાને કારણે યમુના નદીમાં લગભગ 40 ફૂટ સુધી ઉંચા પાણીના ફુવારા ઉછળ્યા હતા.આ ઘટના સવારે 3 વાગે બની હતી. જેમાં જોરદાર અવાજ આવતા ઉંધતા ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટના જોઈને ગ્રામજનો ડરી ગયા હતા.તેઓએ આ ઘટનાની પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. જે અંગે પોલીસે અધિકારીઓને જાણ કરતા જિલ્લાના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
બાગપતમાં યમુનામાં IGL ગેસ પાઈપલાઈન ફાટી, પાણીના ફુવારા 40 ફૂટ સુધી ઉંચા ઉછળ્યા
Source : Social Media#Bagpat #yamunariver #igl #GASPIPELINE #viralvideo #viralreels #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/qlBrQRhVOd— Hum Dekhenge News (@humdekhengenews) July 26, 2023
અધિકારીઓએ ગેર પુરવઠો બંધ કર્યો
IGLકંપનીના અધિકારીઓની સૂચના બાદ જિલ્લાના અધિકારીઓએ ગેસનો પુરવઠો તાત્કાલિક બંધ કરી દીધો હતો. જે બાદ અધિકારીઓએ તાત્કાલિક નજીકના ગામોના લોકોને ચેતવણી આપી હતી.સાથે જ આ ઘટના અંગે IGL કંપનીના અધિકારીઓને પણ જાણ કરી હતી.એટલું જ નહિ તેઓએ આ અંગે પોલીસ અને ફાયર બ્રિગેડને પણ જાણ કરી હતી.જેથી પોલીસ,ફાયર બ્રિગેડ,સિંચાઈ વિભાગ સહિત તમામ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.મહત્વનું છે કે, આ ઘટનામાં કોઈ નુકસાન થયું નથી.હાલ ગેસ પુરવઠો બંધ થતા ગ્રામજનો અને અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ પણ વાંચો : સુરતમાં દરિયા માર્ગે ચરસની હેરાફેરીનો મામલો, સુંવાલી બીચ પર મોટું સર્ચ ઓપરેશન હાથ ધરાયું
લોકોને ત્યાં ફરવા જવાની મનાઈ ફરમાવાઈ – DM
બાગપતના DM જિતેન્દ્ર પ્રતાપ સિંહે જણાવ્યું કે,રહેણાંક વિસ્તારથી થોડે દૂર એક જગ્યા છે. જ્યાં ગેસની પાઈપલાઈન ફાટી હતી.આ ગેસ પાઈપલાઈન યમુના નદીની વચ્ચે ફાટી હતી.આ ઘટના સવારે 3 થી 5 ની વચ્ચે બની હતી.માહિતી મળતા જ ગેસ સપ્લાય તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલમાં કોઈ પણ પ્રકારની સમસ્યા નથી. કારણ કે, તે હરિયાણાના પાણીપત બાજુથી નજીક હોવાનું જણાય છે.તેથી જ તે બાજુના કામદારો પાઇપલાઇનના સમારકામમાં લાગેલા છે.હાલ સાવચેતીના ભાગરૂપે લોકોને ત્યાં ફરવા જવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
આ પણ વાંચો : રાહુલ ગાંધી બાદ બીજા કોંગ્રેસ નેતાને ચાર વર્ષની સજા, છત્તીસગઢ કોલસા કૌભાંડમાં દિલ્હી કોર્ટનો ફેંસલો