બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી પર કેસ દાખલ, જાણો શું છે મામલો
મધ્યપ્રદેશના પ્રખ્યાત બાગેશ્વર ધામના વડા પં.ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર કેસ દાખલ કરવામા આવ્યો છે. રાજસ્થાનના ઉદયપુરમાં બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ગઈ કાલે ઉદયપુરના ગાંધી મેદાનમાં એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ એક ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું.જેના કારણે બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ હાથીપોલ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામા આવ્યો છે.
ધીરેન્દ્રશાસ્ત્રી વિરુદ્ધ કેસ દાખલ
કહેવામાં આવી રહ્યું છે કે હિન્દુ નવા વર્ષ નિમિત્તે ગુરુવારે ઉદયપુરના ગાંધી મેદાનમાં એક ધાર્મિક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ મામલે પં. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ઉપરાંત કથાકાર દેવકીનંદન ઠાકુર સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. ઉદયપુરના હાથીપોલ પોલીસ સ્ટેશને બંને વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
ભડકાઉ ભાષણ આપવાનો આરોપ
રાજસ્થાનના ઉદયપુરમાં ચેટીચંદ અને નવસંવત્સર નિમિત્તે ગાંધી મેદાનમાં વિશાળ ધાર્મિક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. ધાર્મિક સભા પહેલા ઉદયપુરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી જે સમગ્ર શહેરમાંથી પસાર થઈ હતી. શોભાયાત્રાના સમાપન બાદ સભાની શરૂઆત થઈ. ઉત્તમ સ્વામી, કથાકાર દેવકીનંદન ઠાકુર અને પં. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ વારાફરતી સભાને સંબોધી હતી. દરમિયાન, ઉદયપુરના ગાંધી ગ્રાઉન્ડમાં ગુરુવારે નવા વર્ષ નિમિત્તે યોજાયેલી ધાર્મિક સભામાં ભડકાઉ ભાષણ આપવાનો કેસ નોંધવામાં આવ્યો છે.
કુંભલગઢ પર પંડિત નિવેદનની આડ અસરો
બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગઈકાલે ઉદયપુરમાં વિવાદિત નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કુંભલગઢ કિલ્લાને લીલામાંથી કેસરી બનાવવાની હાકલ કરી હતી.કુંભલગઢ પર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવેદનની આડ અસરો જોવા મળી હતી. તેમના આ નિવેદનથી ઉત્સાહિત થયેલા કેટલાક યુવાનો આજે વહેલી સવારે ભગવો ધ્વજ ફરકાવવા કુંભલગઢ કિલ્લા પર પહોંચ્યા હતા અને તેઓ કિલ્લા પર ભગવો ધ્વજ ફરકાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા આ દરમિયાન પોલીસે યુવકોને ઘેરી લીધા હતા. જેમાંથી પોલીસે ત્રણથી ચાર લોકોની અટકાયત કરી હોવાની માહિતી સામે આવી છે.
આ પણ વાંચો : રાહુલ ગાંધીની સદસ્યતા રદ: લીલી થોમસવાળો નિર્ણય જેને કારણે તુરંત છીનવાયું પદ