- બાબાનો દરબાર ન થાય તે માટે અરજદારની કોર્ટમાં રજૂઆત
- ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર સાંજે 5 થી 7.30 વાગ્યે થશે
- અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગરમાં દરબાર યોજાશે
બાબાનો દરબાર ન થવા અરજદારની કોર્ટમાં રજુઆત કરી છે. અન્ય સમુદાય વિરુદ્ધ સ્પીચ બાબા આપતા હોવનો અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. અરજન્ટ સુનાવણીની અરજદારની માંગ કોર્ટે ફગાવી છે. આવી સુનવણીની તાત્કાલિક જરૂર નહીં હોવાનું કોર્ટે જણાવ્યું. આ તમામ વિવાદોની વચ્ચે બાબા બાગેશ્વર ગુજરાત આવી ગયા છે.
આ પણ વાંચો: અમદાવાદ: પરિણીતાને બ્લેકમેલ કરનારો નરાધમ ભરાયો
અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગરમાં દરબાર યોજાશે
સરકારે જણાવ્યું છે કે કાયદો વ્યવસ્થા જળવાઈ રહેશે. દરબાર થવા દો. તેથી અરજન્ટ સુનાવણીની અરજદારની માંગ કોર્ટે ફગાવી છે. તથા કોર્ટે જણાવ્યું છે કે આવી સુનવણીની તાત્કાલિક જરૂર નથી. બાબા અન્ય સમુદાય વિરુદ્ધ સ્પીચ આપતા હોવાનો અરજીમાં આક્ષેપ થયો હતો.
આ પણ વાંચો: અમદાવાદમાં EWS આવાસોમાં ગેરકાયદેસર ભાડે રહેનારાઓ પર તવાઇ
ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર સાંજે 5 થી 7.30 વાગ્યે થશે
બાગેશ્વર ધામ સરકાર અને બાબા બાગેશ્વરના નામે જાણીતા ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત આવી ગયા છે. જેમાં અમદાવાદના વટવામાં ચાલી રહેલી દેવકીનંદન મહારાજની કથામાં હાજરી આપી છે. તથા બાબા બાગેશ્વર ઉર્ફે ધીરેન્દ્ર શાસ્ત્રી દેવકીનંદન મહારાજને પોતાના મોટા ભાઇ માને છે. ગાંધીનગરમાં પણ બાબા બાગેશ્વરનો કાર્યક્રમ યોજાશે. જેમાં ગુરુ વંદના મંચ દિવ્ય દરબારનું આયોજન કરશે. ગાંધીનગરના ઝુંડાલમાં 28મી મેએ આયોજન કરાશે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ બાદ ગાંધીનગરમાં પણ બાબા બાગેશ્વરના કાર્યક્રમનું આયોજન કરાયું છે. ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર સાંજે 5 થી 7.30 વાગ્યે થશે. ઝુંડાલના રાઘવા ફાર્મ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતના આ જિલ્લામાં સર્વેનો આરંભ, વિકસિત વિસ્તારોમાં જંત્રીના ભાવો વધશે!
કોઈ અંધશ્રદ્ધા નથી ફેલાવતા એવી સ્વામીજીએ જણાવ્યું
બાબા બાગેશ્વર માટે સાળંગપુર ધામના કોઠારી સ્વામી વિવેક સાગર સ્વામીનું મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં કાર્યક્રમ સફળ બને તેના માટે હનુમાનજીને પ્રાર્થના કરીશ. ધીરેન્દ્ર શાસ્ત્રી અને હું હનુમાન ભક્ત છીએ. કાર્યક્રમને સફળ બનાવવા તમામને જોડાવવા અપીલ. અત્યારે સત્ય સનાતન હિન્દૂ ધર્મનો ડન્કો વાગી રહ્યો છે. ત્યારે બાગેશ્વર ધામથી ધીરેન્દ્ર શાસ્ત્રી હનુમાનજી મહારાજને લઈને દેશ અને દુનિયામાં નીકળ્યા છે. ત્યારે વિરોધ થાય તેના પર ધ્યાન ન આપી ધીરેન્દ્ર શાસ્ત્રીને સમર્થન આપવું જોઈએ. તે કોઈ અંધશ્રદ્ધા નથી ફેલાવતા એવી સ્વામીજીએ જણાવ્યું છે.