કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

‘બાગેશ્વર બાબા’ આવશે ગુજરાત, જાણો ક્યા અને ક્યારે ભરાશે દરબાર ?

Text To Speech

દેશભરમાં બાગેશ્વર ધામ સરકાર નામથી જાણીતા બનેલા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગુજરાતમાં દિવ્ય દરબાર યોજવા જઈ રહ્યા છે જાણકારી મુજબ સુરત અને રાજકોટમાં મે અને જૂન મહિનામાં બાગેશ્વર બાબાનો દરબાર યોજાવાનો છે. આ દરબારમાં લાખોની સંખ્યામા ભક્તો આવી શકે તેવુ અનુમાન લગાવવામા આવી રહ્યું છે.

રાજકોટમાં બાબા બાગેશ્વરનો દરબાર ભરાશે

મળતી માહીતી મુજબ બાગેશ્વર ધામ સરકારના નામથી સમગ્ર દેશમાં પ્રખ્યાત થયેલા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગુજરાતની મુલાકાતે આવશે. બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે બે દિવસીય દિવ્ય દરબાર યોજાવાનો છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના આ કાર્યક્રમની તારીખો સામે આવી છે. જે મુજબ આગામી 1લી અને 2જી જૂને શહેરના રેસકોર્સ મેદાનમાં બાગેશ્વર ધામના ‘બાબા બાગેશ્વર’નો દિવ્ય દરબાર ભરાશે.

બાગેશ્વર બાબા -humdekhengenews

આ તારિખે ભરાશે દરબાર

આયોજન સમિતિના સદસ્યના જણાવ્યા મુજબ રાજકોટની સકોર્સ મેદાનમાં આગામી 1 જૂન અને 2 જૂનના રોજ વિશ્વ પ્રસિદ્ધ બાગેશ્વરધામ બાલાજી હનુમાનના આસ્થાના કેન્દ્ર અને બાગેશ્વરધામ મધ્યપ્રદેશના પિઠાધિપતિ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દરબાર યોજાવાનો છે. જેમાં તેઓ સનાતન હિન્દુ ધર્મનો પ્રચાર કરશે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દરબારને લઈને બાગેશ્વરધામ સેવા સમિતિ રાજકોટ દ્વારા તડામાર તૈયારીઓ પણ શરુ કરી દેવામા આવી છે. અને આ માટે લોકલ કમિટી પણ બનાવવામા આવી છે.

બાગેશ્વર બાબા -humdekhengenews

લોખોની જનમેદની આવવાની શક્યતા

મહત્વનું છે કે બાગેશ્વરધામ મધ્યપ્રદેશના પિઠાધિપતિ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી છેલ્લા ઘણા સમયથી ખૂબ ચર્ચામાં રહ્યા છે. તેઓ સનાતન ધર્મની પુન:સ્થાપના અને હિન્દુ રાષ્ટ્ર્ર વિશે પણ ખુલીને પોતાની વાત ખૂબ જ સ્પષ્ટ્તાપૂર્વક કહેતા હોવાથી લોકોમા લોકપ્રિય બની ગયા છે. તેમના લાખોની સંખ્યામા ભક્તો હોવાથી જ્યા પણ તેમનો દરબાર ભરાય છે. ત્યા મોટી સંખ્યામા લોકો આવતા હોય છે. જેથી ગુજરાતમાં પહેલી વાર બાગેશ્વર બાબાનો દરબાર યોજાવાનો હોવાથી લાખોની સંખ્યા જનમેદની આવવાની શક્યતા રહેલી છે.

 આ પણ વાંચો : કોંગ્રેસને વધુ એક ઝટકો ! પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલ કેસરિયો ધારણ કરશે

Back to top button