“બાગેશ્વર બાબાએ કહ્યું હતું દવા ફેંકી દો, હવે બાળક વેલ્ટીલેટર પર” રાજકોટના પરિવારનો ગંભીર આક્ષેપ
બાગેશ્વર સરકાર નામથી દેશભરમાં જાણીતા બનેલા પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હાલ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યા છે. ત્યારે અવાર નવાર પોતાના નિવેદનના કારણે વિવાદમાં રહેતા બાગેશ્વર ધામના પ્રખ્યાત ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર હવે ગુજરાતમાં પણ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે આ વચ્ચે રાજકોટના એક પરિવારે બાગેશ્વર બાબા પર ગંભીર આક્ષેપ કર્યા છે. અને એક બાળકની તબિયત ખરાબ થવા માટે બાગેશ્વર બાબાને જવાબદાર ગણાવ્યા છે.
પરિવારે બાગેશ્વર બાબા પર લગાવ્યો આરોપ
મળતી માહિતી મુજબ આગામી સમયમાં સુરત, અમદાવાદ અને રાજકોટમાં બાગેશ્વર બાબાનો દરબાર યોજાવાનો છે. ત્યારે બાગેશ્વર બાબા ગુજરાતમાં આવે તો પહેલા જ તેમના પર એક ગંભીર આરોપ લગાવવામા આવ્યો છે. રાજકોટના એક પરિવારે દાવો કર્યો છે કે, તેમના 15 વર્ષના બાળકને ધીરેન્દ્ર શાસ્ત્રીના કહેવાથી દવા બંધ કરી હતી જે બાદ બાળકની તબિયત લથડી અને હાલમાં તે ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ છે.
બાળક હાલ આઈસીયુમાં દાખલ
પરિવારના જણાવ્યા મુજબ આ બાળકને આંચકીની તકલીફ હતી. આ તકલીફને દૂર કરવા માટે પરિવાર તેને મધ્ય પ્રદેશના છતરપુરમાં આવેલા બાગેશ્વરધામમાં લઈ ગયા હતા. જ્યાં બાાબાએ પરચીમાં લખ્યું હતું કે, ‘બાળક સરખું થઈ જશે, દવા ફેંકી દો’.આમ ધીરેન્દ્ર શાસ્ત્રીના કહેવાથી દવા બંધ કરી નાખી અને બાદમાં બાળકની તબિયત વધારે લથડી ગઈ હતી. અને છેલ્લા 13 દિવસ કરતાં પણ વધુ સમયથી બાળક હોસ્પિટલમાં દાખલ છે. અને તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે. અને બાળકની તબિયત હજુ પણ નાજુક હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : સટ્ટા માટે હાઇટેક બન્યા બુકીઓ ! સટ્ટોડિયાએ અપનાવી એવી ગજબની ટેકનીક કે પોલીસ પણ દંગ રહી ગઈ