નેશનલ

શું બાગેશ્વર બાબાને પહેલાથી જ ટ્રેન દુર્ઘટનાની જાણ હતી? બાબાના ચોંકાવનારા નિવેદન અંગે તમે શું કહેશો

ઓડિશાના બાલેશ્વરમાં ટ્રેન અકસ્માત પછી દેશમાં કોહરામ મચી ગયો છે. આ દુર્ઘટના પછી રેલ સુરક્ષામાં સુધારાની માંગ કરવામાં આવી રહી છે જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટના ફરી ના ઘટે. આ વચ્ચે અવાર નવાર પોતાના નિવેદનથી ચર્ચામાં રહેનારા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ઉર્ફે બાગેશ્વર બાબાએ કહ્યુ કે દેશમાં થતી મોટી દૂર્ઘટનાઓના સંકેત તેમણે મળતા રહે છે. બાબા બાગેશ્વરે કહ્યું કે ટ્રેન અકસ્માત અંગે પણ તેમને સંકેત મળી ગયો હતો. બાબા બાગેશ્વરના આ નિવેદન પછી એવા પ્રશ્ન ઉઠી રહ્યા છે કે, બાબાને ટ્રેન અકસ્માતના સંકતે પહેલાથી જ મળી ગયા હતા તો પછી તેઓએ આટલી મોટી જાનહાનિને રોકી કેમ નહીં?

બાબા બાગેશ્વરે પોતાના દિવ્ય દરબારમાં પત્રકારોને કહ્યું કે, દેશમાં કોઈ મોટી ઘટના ઘટવાની હોય તો તેનો સંકેત પહેલાથી જ તેમને પવનની ગતિએ મળી જતો હોય છે. આ નિવેદન પછી અનેક લોકોએ બાબાની ટીકા કરીને તેમના નિવેદનને શરમજનક ગણાવ્યો છે. કેમ કે ઓડિશા ટ્રેન અકસ્માતમાં એક-બે કે દસ નહીં પરંતુ 288 લોકોએ જીવ ગુમાવ્યો છે તો અનેક લોકોને અકસ્માતે જીવનભર માટે ખોડ-ખાપણ આપી દીધી છે તો અનેક બાળકોને અનાથ કરી દીધા છે. તો કેટલાક માં-બાપે પોતાના વ્હાલસોયા બાળકોને ગુમાવ્યા છે. તેવામાં બાગેશ્વર બાબા કહે છે કે તેમને ઘટનાઓને સંકેત મળી જાય છે. બાગેશ્વરના નિવેદનને રાજકીય નિવેદન પણ ગણાવવામાં આવે છે.

મને ઘટનાઓનો આભાસ થાય છે- બાબા બાગેશ્વર

બાગેશ્વર બાબા ગુજરાતના પ્રવાસે હતા. આ રેલ અકસ્માતને લઇને વડોદરામાં ભરાયેલા તેમના દિવ્ય દરબારમાં પત્રકારોએ તેઓને પૂછ્યુ કે શું દેશમાં થતી મોટી ઘટનાઓ વિશે પહેલાથી જ તમને અંદાજો થઇ જાય છે? આ સવાલનો જવાબ આપતા બાગેશ્વર બાબાએ કહ્યુ, હાં! તેમણે પહેલાથી જ ઘટનાઓનો અંદાજો થઇ જાય છે પરંતુ કોઇ ઘટના અંગે જાણવુ એક વાત છે અને તેને ટાળવી બીજી વાત છે.

કોઇ અરજી લગાવે તો હું જણાવુ- બાગેશ્વર બાબા

બાગેશ્વર બાબાએ કહ્યુ, ભગવાન કૃષ્ણ પણ જાણતા હતા કે મહાભારતનું યુદ્ધ થશે પરંતુ તે તેને રોકી શક્યા નહતા. મહત્વપૂર્ણ છે કે બાબા બાગેશ્વરે કહ્યુ, હું કોઇ ઘટના વિશે ત્યારે જ જણાવી શકુ છુ જ્યારે કોઇ વ્યક્તિ મારી આગળ અરજી લગાવે.

આ પણ વાંચો- કોંગ્રેસના મંત્રીએ હનુમાનજીને આદિવાસી ગણાવ્યા; કહ્યું- પવનપુત્ર કર્ણાટકમાં ચૂંટણી જીત્યા અને હવે…

બાગેશ્વર બાબાએ કહ્યુ, અમે દરરોજ પોતાના ઇષ્ટના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે સંસારમાં ક્યાય પણ કોઇ અનિષ્ટ ના થાય. બાબાએ કહ્યુ કે અમને પવનની ગતિથી ઘટનાના સંકેત મળે છે કારણ કે આ પવન પુત્રનો દરબાર છે.

કોંગ્રેસે બાબા બાગેશ્વર પર સાધ્યુ નિશાન

બાબા બાગેશ્વરનો આ જવાબ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. બાબાના નિવેદન પર રાજનીતિ શરૂ થઇ ગઇ છે. કોંગ્રેસ નેતા ઉદિત રાજે સવાલ ઉઠાવ્યો કે જો આટલી મોટી ઘટનાનો ઇશારો મળે છે તો તેને ટ્રેન દુર્ઘટના વિશે કેમ નહી. કોંગ્રેસના નેતાએ કહ્યુ કે બાબા બાગેશ્વર રાજનીતિ કરી રહ્યા છે અને તેમનો એજન્ડા હિન્દૂ રાષ્ટ્ર છે. ઉદિત રાજે આરોપ લગાવ્યો કે બાગેશ્વર બાબાનો ધર્મ સાથે કોઇ લેવા દેવા નથી તે રાજનીતિ કરી રહ્યા છે.

Back to top button