ગુજરાતટોપ ન્યૂઝ

બગદાણા જળબંબાકાર, 3 કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો; પહેલા જ વરસાદમાં બગડ ડેમ ઓવરફ્લો, નીચાણવાળા વિસ્તારો એલર્ટ પર

Text To Speech

ભાવનગર શહેર અને જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મંગળવારે મહુવા તાલુકાના પ્રસિદ્ધ તીર્થધામ બગદાણા ખાતે ગાજવીજ સાથે સાંબેલાધાર વરસાદ પડ્યો હતો. મેઘરાજાનું રૌદ્રરૂપ જોવા મળતા માત્ર ત્રણ જ કલાકમાં 6 ઇંચ વરસાદ પડ્યો હતો. જેના પગલે બગદાણા પાણીથી તરબતર થઇ ગયું હતુ. જ્યારે બગડ નદીમાં પહેલા જ વરસાદે ઘોડાપૂર આવ્યું હતુ. તો બગડ ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા અનેક ગામોમાં પાણી ભરાયા છે. બગડના પાણી ફરી વળતા મહુવા-બગદાણા અને તળાજા-મહુવા રોડ બંધ કરવામાં આ‌વ્યો છે.

બગડ નદીમાં પહેલા જ વરસાદે ઘોડાપૂર આવ્યું હતુ. તો બગડ ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા અનેક ગામોમાં પાણી ભરાયા છે.

અનરાધાર વરસાદથી ચોતરફ પાણી જ પાણી
મંગળવારે બપોરથી વીજળીના કડાકા-ભડાકા સાથે અનરાધાર 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો. પવનના સૂસવાટા અને ગાજવીજ સાથેના આ વરસાદને લીધે બગદાણામાં વહેતી બગડ નદીમાં ઘોડાપૂર આવ્યું હતુ. બગદાણામાં ચોતરફ પાણી વહેતા થઇ ગયા હતા. રસ્તાઓ અને શેરીઓમાં બેથી ત્રણ ફૂટ પાણી ભરાઇ ગયા હતા. બગદાણા ઉપરાંત તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારો કરમદીયા, માતલપર, બેડા, મોણપર, નવાગામ, ટીટોડીયા, ધરાઇ, રાળગોન, બોરલા સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ પડ્યો હતો.

બગદાણા, બોરડા અને જાગધારમાં વરસેલા ધોધમાર વરસાદના લીધે બગડ નદી ગાંડીતુર બનીને વહેવા લાગી હતી

પહેલા જ વરસાદમાં બગડ ડેમ છલકાયો
ભારે વરસાદના કારણે બગડ ડેમ 100 % ભરાઈ ગયા બાદ ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત રહેતા 0.15 મિમી ઓવરફલો થયો હતો. જેથી નીચાણવાળા વિસ્તારોને હાઈએલર્ટ પર રહેવા સૂચના આપવામાં આવી છે. જિલ્લાના મુખ્ય જળાશયો પૈકી એક એવો બગડ ડેમ આ ચોમાસાના પ્રથમ તબક્કાના વરસાદમાં ઓવરફ્લો થયો છે.

બગડ ડેમ ઓવરફલો થતા મહુવાના મોટી જાગધાર, નાની જાગધાર, લીલવણ તેમજ તળાજાના ખારડી, પાદરગઢ, બોરડી, દાઠા અને વાલર ગામને અસર થવાની શકયતા હોય પાણીના પ્રવાહમાં અવર જવર નહીં કરવા તાકીદ કરાઈ છે.

બગડ ડેમ ઓવરફલો થતા મહુવાના મોટી જાગધાર, નાની જાગધાર, લીલવણ તેમજ તળાજાના ખારડી, પાદરગઢ, બોરડી, દાઠા અને વાલર ગામને અસર થવાની શકયતા હોય પાણીના પ્રવાહમાં અવર જવર નહીં કરવા તાકીદ કરાઈ છે.

ઉપરવાસમાં પડેલા સાર્વત્રિક વરસાદના લીધે બગડ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. બગદાણા, બોરડા અને જાગધારમાં વરસેલા ધોધમાર વરસાદના લીધે બગડ નદી ગાંડીતુર બનીને વહેવા લાગી હતી. પાણીના ધસમસતા પ્રવાહના લીધે નદી-નાળા છલકાયા હતા.તળાજા તાલુકાના વાલર અને દાઠા ગામમાં બેટ જેવી સ્થિતિ ઊભી થઈ છે. વાલરમાં વરસાદનો એકપણ છાંટો પડ્યો ન હતો, પરંતુ બગડમાં પૂર આવતા ગામના પાદર અને ચારેબાજુ પાણી ફરી વળ્યા હતા. જેના લીધે ખેતીના પાક અને ઢોરના ઘાસચારાને મસમોટું નુકશાન થયું છે. આ સાથે મહુવા બગદાણા રોડ ઉપર પાણી ફરી વળતા મહુવા બગદાણા રોડ બંધ કરાયો હતો.

વાલરમાં વરસાદનો એકપણ છાંટો પડ્યો ન હતો, પરંતુ બગડમાં પૂર આવતા ગામના પાદર અને ચારેબાજુ પાણી ફરી વળ્યા હતા. જેના લીધે ખેતીના પાક અને ઢોરના ઘાસચારાને મસમોટું નુકશાન થયું છે.
Back to top button