બેડમિંટન સ્ટાર સાઇના નેહવાલે ક્રિકેટ સ્ટાર જસપ્રીત બુમરાને આપી ચેલેન્જઃ જાણો શું છે?
- સાઇના નેહવાલ હંમેશા અન્ય રમતોની સમર્થક રહી છે. ક્રિકેટનું પ્રભુત્વ ધરાવતા દેશમાં અન્ય રમતોના સ્તરને લઈને નિયમિતપણે નિવેદન આપતી રહેતી સાઈનાએ ફરી એક વાર લેટેસ્ટ નિવેદન આપ્યું છે જેમાં તેણે ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ વિશે મોટી વાત કહી છે
મુંબઈ, 10 ઓગસ્ટ: ભારતીય બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલે તાજેતરમાં જ ભારતની રમત સંસ્કૃતિમાં ક્રિકેટના વર્ચસ્વ અંગે ચાલી રહેલી ચર્ચા પર ખુલીને વાત કરી છે. સાઇનાએ કહ્યું હતું કે ક્રિકેટ કરતાં અન્ય રમતોમાં વધુ શારીરિક શક્તિની જરૂર હોય છે. આ પછી, સોશિયલ મીડિયા પર ક્રિકેટ વિરુદ્ધ અન્ય રમતોની ચર્ચા શરૂ થઈ છે. આ વિવાદ વધુ વધ્યો જ્યારે KKR ખેલાડી અંગક્રિશ રઘુવંશીએ સોશિયલ મીડિયા પર સૈની નેહવાલને જસપ્રિત બુમરાહના 150+ kmphની સ્પીડ બોલનો સામનો કરવા પડકાર ફેંક્યો. આ કમેન્ટ બાદ ઘણા લોકો દુખી થયા હતા જે બાદ અંગક્રિશ રઘુવંશીને સાયનાની માફી માંગવાની ફરજ પડી હતી.
— Out Of Context Cricket (@GemsOfCricket) July 12, 2024
નેહવાલે એક મહિના પહેલા પોતાના નિવેદનમાં કહ્યું હતું કે બેડમિન્ટન, ટેનિસ અને બાસ્કેટબોલ જેવી રમતો ક્રિકેટ કરતાં શારીરિક રીતે વધુ પડકારજનક છે. કોલકાતા નાઈટ રાઈડર્સના યુવા બેટ્સમેન અંગક્રિશ રઘુવંશી સહિત ક્રિકેટ ચાહકો આના પર ગુસ્સે થયા હતા, જેમણે સોશિયલ મીડિયા પર એક વિવાદાસ્પદ પોસ્ટ શેર કરી હતી જેમાં નેહવાલને ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહના બોલનો સામનો કરવા પડકાર ફેંક્યો હતો. અંગક્રિશે X પર લખ્યું હતું, “ચાલો જોઈએ કે જ્યારે બુમરાહ તેના માથા પર 150kmphની ઝડપે બોલ ફેંકશે ત્યારે તે કેવું પ્રદર્શન કરશે.” આ કોમેન્ટ બાદ અંગક્રિશે માફી માંગી અને કહ્યું કે મારી પોસ્ટ માત્ર મજાક હતી.
ક્રિકેટ ભારતની રમત સંસ્કૃતિ પર લાંબા સમયથી પ્રભુત્વ ધરાવે છે, જે ઘણીવાર અન્ય રમતોની અવગણના કરે છે. 2012 લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર નેહવાલ દેશમાં ક્રિકેટ સિવાય અન્ય રમતોના અવાજના સમર્થક છે. આ જ કારણ છે કે તેણીએ ફરી એકવાર ક્રિકેટને લઈને નિવેદન આપ્યું છે. સાઈનાએ અંગક્રિશની પોસ્ટને લઈને એક નિવેદન આપ્યું છે જેમાં તેને બુમરાહનો સામનો કરવાનો પડકાર આપવામાં આવ્યો હતો.
Unplugged FT. Saina Nehwal
– If other sports get facilities and services like cricket, India will brings Medals like China and USA in every events.
– few were saying I cannot survive Bumrah’s bowling. if he plays Badminton with me, he might not be able to survive my smash. pic.twitter.com/qK2F6nj1Sd
— Shubhankar Mishra (@shubhankrmishra) August 8, 2024
સાઇનાએ શુભંકર મિશ્રાના પોડકાસ્ટ પર કહ્યું, “હું જસપ્રિત બુમરાહનો સામનો કેમ કરીશ? જો હું 8 વર્ષથી રમી રહી હોત તો કદાચ જસપ્રિત બુમરાહને જવાબ આપત. જો જસપ્રિત બુમરાહ મારી સાથે બેડમિન્ટન રમ્યો હોત તો કદાચ તે ટકી શક્યો ન હોત.” વધુમાં સાઇનાએ કહ્યું કે આપણે આપણા જ દેશમાં આ બધી વસ્તુઓ માટે લડવું ના જોઈએ, હું કહેવા માંગુ છું કે આપણે અન્ય રમતોને પણ મહત્વ આપવું જોઈએ. નહીં તો આપણે રમત સંસ્કૃતિ ક્યાંથી લાવીશું? અને ક્રિકેટ, બોલિવૂડ પર હંમેશા આપણું ધ્યાન રહેશે.”
આ પણ વાંચો: ઓલિમ્પિક મેડલ વિજેતા હોકી ટીમનું ડૉ. મનસુખ માંડવિયાએ કર્યું સન્માન