ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

બેડમિન્ટન સ્ટાર ખેલાડી સાઈના નેહવાલે કર્ણાટકના કોંગ્રેસ નેતાના નિવેદન પર વાંધો ઉઠાવ્યો

Text To Speech

કર્ણાટક, 30 માર્ચ : બેડમિન્ટન સ્ટાર ખેલાડી સાઈના નેહવાલે કર્ણાટકના કોંગ્રેસ નેતા શમનુર શિવશંકરપ્પાની ભાજપના ઉમેદવાર ગાયત્રી સિદ્ધેશ્વરા વિરુદ્ધ તેમની અયોગ્ય ટિપ્પણી માટે ટીકા કરી હતી. દાવણગેરે દક્ષિણના 92 વર્ષીય ધારાસભ્ય શિવશંકરપ્પાએ કહ્યું હતું કે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને વર્તમાન સાંસદ સિદ્ધેશ્વર જીએમની પત્ની ગાયત્રી ‘માત્ર રસોડામાં રસોઇ કેવી રીતે કરવી તે જાણે છે’. તેમના નિવેદન પર સાઈના નેહવાલે વાંધો ઉઠાવ્યો હતો.

તેમની ટિપ્પણી પર વાંધો ઉઠાવતા, નેહવાલે તેના ‘X’ પર પોસ્ટ કર્યું, કર્ણાટકના એક ટોચના નેતા શમનુર શિવશંકરપ્પાજીએ કહ્યું છે કે, મહિલાઓ રસોડા સુધી સીમિત હોવી જોઈએ. દાવંગેરેના ઉમેદવાર ગાયત્રી સિદ્ધેશ્વરા પર કરાયેલી આ જાતીય ટિપ્પણીની ઓછામાં ઓછી એવી પાર્ટી પાસેથી અપેક્ષા રાખી શકાય નહીં જે કહે છે કે હું છોકરી છું, હું લડી શકું છું. 2012માં લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર 34 વર્ષીય નેહવાલે કહ્યું હતું કે જ્યારે દેશની મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાની છાપ છોડવાની ઈચ્છા રાખે છે ત્યારે મહિલાઓ વિરુદ્ધ આવી દ્વેષપૂર્ણ ટિપ્પણીઓ હેરાન કરી દે છે.

કોંગ્રેસ મારી પાસેથી શું ઈચ્છતી હતીઃ નેહવાલ

તેણે લખ્યું, “જ્યારે મેં સ્પોર્ટ્સ ફિલ્ડમાં ભારત માટે મેડલ જીત્યા ત્યારે કોંગ્રેસ પાર્ટી મારી પાસેથી શું ઈચ્છતી હતી, મારે શું કરવું જોઈએ? આવું શા માટે કહેવામાં આવે છે, જ્યારે તમામ છોકરીઓ અને મહિલાઓ કોઈ પણ ક્ષેત્રમાં મોટી સિદ્ધિઓ હાંસલ કરવાનું સપનું જુએ છે.

નેહવાલે લખ્યું, “એક તરફ અમે નારી શક્તિને વંદન કરી રહ્યા છીએ. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં મહિલા અનામત બિલ પસાર થયું છે અને બીજી તરફ સ્ત્રી શક્તિનું અપમાન અને સ્ત્રી વિરોધી લોકો છે. આ ખૂબ જ પરેશાન કરવા વાળી વાત છે.”

આ પણ વાંચો : ચૂંટણી રંગોળી: શું સિંધિયાના ગઢમાં પ્રવેશ કરી શકશે રાવ યાદવેન્દ્ર? જાણો ગુના-શિવપુરી બેઠકનું રાજકીય સમીકરણ

Back to top button