ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

બડે મિયાં છોટે મિયાંએ એડવાન્સ બુકિંગમાં કરી જંગી કમાણી, રીલીઝ પહેલા હજારો ટિકિટો વેચાઈ

  • 10 એપ્રિલે અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ અભિનીત ફિલ્મ બડે મિયાં છોટે મિયાંની અજય દેવગનની ફિલ્મ મેદાન સાથે ટક્કર 

મુંબઈ, 7 એપ્રિલ: અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ તેની રિલીઝ પહેલા જ ઘણી લાઈમલાઈટ મેળવી રહી છે. એડવાન્સ બુકિંગમાં આ ફિલ્મે ધમાકો મચાવ્યો છે. સિનેમાઘરોમાં તેની રિલીઝ પહેલા જ એડવાન્સ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.  ‘બડે મિયાં છોટે મિયાં’ની ટિકિટનું એડવાન્સ બુકિંગ ખૂબ જ ઝડપથી થઈ રહ્યું છે. આ દરમિયાન એડવાન્સ બુકિંગના પહેલા જ દિવસનું કલેક્શન બહાર આવ્યું છે, જેના પરથી સ્પષ્ટ થાય છે કે અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની ફિલ્મ પહેલા દિવસે જંગી કમાણી કરવા જઈ રહી છે. 10 એપ્રિલના રોજ અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ અભિનીત ફિલ્મ બડે મિયાં છોટે મિયાંની અજય દેવગનની ફિલ્મ મેદાન સાથે ટક્કર થશે.

બડે મિયાં છોટે મિયાંના એડવાન્સ બુકિંગની કમાણી

 

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

સૈકનિલ્કના રિપોર્ટ મુજબ, અલી અબ્બાસ ઝફર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’એ એડવાન્સ બુકિંગના પ્રથમ દિવસે 12000થી વધુ ટિકિટો વેચીને લાખો રૂપિયાની કમાણી કરી લીધી છે. 10 એપ્રિલના રોજ મોટા પડદા પર રિલીઝ થનારી આ ફિલ્મમાં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ પહેલીવાર સાથે એક્શનમાં જોવા મળશે. 12 હજાર ટિકિટના વેચાણ સાથે, આ ફિલ્મ બોક્સ-ઓફિસ પર હિટ થવાના સંકેત આપી ચૂકી છે.

રિલીઝ પહેલા હજારો ટિકિટો વેચાઈ

અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની એક્શન, કોમેડી અને રોમાન્સ ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ની રિલીઝ પહેલા જ 12000થી વધુ ટિકિટો વેચાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મની સાથે અજય દેવગનની ફિલ્મ ‘મેદાન’ પણ રિલીઝ થઈ રહી છે. બંને ફિલ્મોને લઈને ચાહકોમાં જોરદાર ચર્ચા છે. એડવાન્સ બુકિંગની વાત કરીએ તો આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર એકબીજાને ટક્કર આપવા જઈ રહી છે. નિર્દેશક અલી અબ્બાસ ઝફરે આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. આ બંને ફિલ્મો 10 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

મેદાન અને બડે મિયાં છોટે મિયાં આમને-સામને

બડે મિયાં છોટે મિયાંનું નિર્માણ વાશુ ભગનાની, જેકી ભગનાની, દીપશિખા દેશમુખ અને હિમાંશુ કિશન મહેરા દ્વારા પૂજા એન્ટરટેઈનમેન્ટ અને AAZ ફિલ્મ્સના બેનર હેઠળ કરવામાં આવ્યું છે. અજય દેવગનની ફિલ્મ ‘મેદાન’ ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમની બાયોપિક છે, જ્યારે અક્ષયની ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ એક્શનથી ભરપૂર છે.

આ પણ જુઓ: શું આ વિદેશી ક્રિકેટર અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2’માં કરશે કેમિયો? ક્રિકેટરે આપી હિંટ

Back to top button