પાકિસ્તાની પત્રકારના બગડ્યા બોલ, હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓને સજાવટનો સામાન કહી!
આર્થિક ગરીબીની સાથે પાકિસ્તાન રાજકીય સંકટના સમયગાળામાંથી પણ પસાર થઈ રહ્યું છે. દેશના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને સેના વચ્ચે વિવાદ ચાલુ છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનના રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર હસન નિસારે હિંદુ દેવી-દેવતાઓ વિશે વાંધાજનક ટીપ્પણી કરી છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વાસ્તવમાં પાકિસ્તાન અનટોલ્ડ નામના ટ્વિટર હેન્ડલ દ્વારા એક વીડિયો ટ્વીટ કરવામાં આવ્યો છે, જેમાં હસન નિસારને એમ કહેતા સાંભળી શકાય છે કે એકવાર તેઓ ભારતમાંથી હિંદુ દેવી-દેવતાઓ ખરીદવા એરપોર્ટ પહોંચ્યા ત્યારે એક હિંદુ કસ્ટમ અધિકારીએ તેમને શંકાસ્પદ નજરે જોયા. અધિકારીએ તેમને પૂછ્યું કે શું તમે મુસ્લિમ છો? જેના પર તેમણે કહ્યું, “હા, હું મુસ્લિમ છું.” દેવી-દેવતાઓની મૂર્તિઓ બતાવતા અધિકારીએ હસન નિસારને પૂછ્યું, આ બધું શું છે? તમે આ બધું કેમ લીધુ? પાકિસ્તાની પત્રકારે જવાબ આપ્યો, “તેઓ(મુર્તિઓ) તમારા માટે દેવી-દેવતા હશે, પરંતુ મારા માટે તો આ શણગારની વસ્તુઓ છે.”
દેવી-દેવતાઓની મૂર્તિઓને સજાવટનો સામાન ગણાવ્યો!
વીડિયો પોસ્ટ કરીને દેવી-દેવતાઓની મૂર્તિઓ વિશે લખવામાં આવ્યું હતું કે, “પાકના ‘ઉદાર’ હસન નિસાર હિન્દુ દેવતાઓની મૂર્તિઓને ‘શણગારના ટુકડા’ તરીકે રાખે છે. હવે જો કોઈ વ્યક્તિ મનોરંજન માટે બાળકના રૂમમાં કાર્ટૂન રાખે છે, તો આ માણસ અને ઉન્માદી ભીડ ઉન્માદથી ‘સર તન સે જુદા’ની ચીસો પાડશે. શહેરો/દેશોને બાળી નાખશે.
Pak 'liberal' Hassan Nisar keeps Murtis of Hindu Gods as 'decoration pieces'. Now if someone keeps a cartoon in kid's room for entertainment, this man and the rabid mob will cry Sar Tan se juda. Cities/ countries will be burnt.pic.twitter.com/RFT8mIPEpJ
— Pakistan Untold (@pakistan_untold) May 21, 2023
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ભારતીય યુઝર્સની સાથે સાથે દુનિયાભરના લોકો પણ આ વીડિયો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ સાથે જ પત્રકાર હસન નિસારને પણ જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. આ પહેલા પણ આ પાકિસ્તાની પત્રકાર વિવાદાસ્પદ નિવેદન આપી ચૂક્યો છે, જેના પર વિવાદ થયો હતો.
પત્રકારનો વિવાદીત ભુતકાળ રહ્યો છે
ઉલ્લેખનીય છે કે, હસન નિસારે ભૂતકાળમાં કહ્યું હતું કે પાકિસ્તાનની દરેક સમસ્યાનો ઉકેલ સરમુખત્યારશાહી છે, હસન નિસારે તો ત્યાં સુધી કહ્યું હતું કે દેશમાં ઓછામાં ઓછા 15 વર્ષ સુધી સરમુખત્યારશાહી સરકાર લાગુ થવી જોઈએ અને જે લોકો લોકશાહી ઈચ્છે છે તેમને ગોળી મારી દેવી જોઈએ.
આ પણ વાંચો: જ્યોર્જિયાની રાષ્ટ્રીય એરલાઈને દેશના રાષ્ટ્રપતિને જ કર્યા બેન!