આસમાની આફતનો કહેર ! ખરાબ હવામાનને કારણે એક જ દિવસમા 20 લોકોના મોત


ચોમાસાના બીજા રાઉન્ડમાં દેશના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આ વર્ષે હવામાન ખરાબ હોવાને કારણે દુર્ઘટનાઓમાં પણ વધી રહી છે. દેશમાં ખરાબ હવામાનને કારણે ગુરુવારે વિવિધ દુર્ઘટનાઓમાં કુલ 20 લોકોના મોત થયા છે.
ખરાબ હવામાનને કારણે 20 લોકોના મોત
દેશમાં વરસાદ હવે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. ચોમાસાની શરુઆતમાં વરસાદે કહેર વર્તાવાનો શરુ કર્યો છે. હવામાન ખરાબ હોવાને કારણે એક તરફ લોકોના સ્વાસ્થ ખરાબ થઈ રહ્યા છે. ત્યારે બીજી તરફ ખરાબ હવામાનને કારણે કેટલાક લોકોએ જીવ ગૂમાવ્યાછે. જેમાં ગુરુવારે ખરાબ હવામાનને કારણે વિવિધ ઘટનાઓમાં 20 લોકોનાં મોત થયા હોવાનું સામે આવ્યું છે. જેમાં સૌથી વધુ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં વિજળી પડવાના બનાવોમાં કુલ 13 લોકોના મોત નિપજ્યા છે.
અમરનાથ યાત્રા અટવાઈ
ખરાબ હવામાનને કારણે ભૂસ્ખલનની ઘટનાઓ પણ સામે આવી રહી છે. જેમા ખાસ કરીને ઉત્તરાખંડમાં ભૂસ્ખલનને કારણે યાત્રાળુઓને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અમરનાથ યાત્રાને પણ ખરાબ હવામાનને કારણે વિઘ્ન નડ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રા બાદ કરતા દેશના તમામ રાજ્યોમાં ભારે અટકાવી દેવામા આવી છે. તો બીજી તરફ ઉત્તરાખંડમાં ભૂસ્ખલનને કારણે કેટલીક જગ્યાએ હાઈવે બંધ છે. ઉત્તરાખંડના ચોલીમાં પહાડો પર ભૂસ્ખલનને કારણે હાઈવે બંધ છે. જેના કારણે હજારથી વધુ યાત્રાળુઓ ફસાયા છે.
આ પણ વાંચો : પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં હિંસા યથાવત્, બરવિટા પ્રાથમિક શાળામાં અથડામણમાં ત્રણના મોત