શેરબજારની લાલ નિશાન સાથે ખરાબ શરૂઆત; બેન્ક નિફ્ટીમાં ઘટાડો, ITમાં દબાણ
નવી દિલ્હી: શેર બજારમાં રોકાણ કરાનારાઓ માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યાં છે. દિવસની શરૂઆતમાં જ શેરમાર્કેટ લાલ નિશાન સાથે ખુલ્યું હોવાથી રોકાણકારોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. પાછલા કેટલાક સમયથી કરોડો રૂપિયા બનાવનારા રોકાણકારો માટે આજનો દિવસ ભારે થઈ પડે તેવું લાગી રહ્યું છે.
ભારતીય શેરબજારમાં ઉતારચઢાવની શરૂઆત થઈ છે અને ઘણા દિવસો બાદ કારોબાર લાલ નિશાનમાં જોવા મળી રહ્યો છે. શેર બજાર ખુલતાની સાથે જ બેન્ક નિફ્ટીમાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે નિફ્ટી અને સેન્સેક્સની શરૂઆત સપાટ જોવા મળી હતી, પરંતુ બેન્ક નિફ્ટીમાં કમજોરી શરૂઆતની થોડી મિનિટોમાં જ વધી ગઈ હતી.
આજે બજાર સપાટ ખુલ્યું છે અને સેન્સેક્સ-નિફ્ટી લગભગ ગઈકાલના સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે. BSE સેન્સેક્સ 0.47 પોઈન્ટના નજીવા ઘટાડા સાથે 66,266.35 પર ખુલ્યો હતો. બીજી તરફ NSEનો નિફ્ટી 0.15 પોઈન્ટ ઘટીને 19,659.75ના સ્તરે ખુલ્યો હતો.
સેન્સેક્સ અને નિફ્ટીની સ્થિતિ
સેન્સેક્સના 30માંથી 13 શેરોમાં મજબૂતી જોવા મળી રહી છે અને 17 શેરો ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. આ સિવાય નિફ્ટીના શેરમાં સમાન સ્પર્ધા ચાલી રહી છે. તેના 50 શેરોમાંથી 25 મજબૂતાઈ પર અને 25 ઘટાડા પર ટ્રેડ થઈ રહ્યા છે.
વ્યવસાય ક્ષેત્ર મુજબ કેવો દેખાય છે?
સેક્ટોરલ ઇન્ડેક્સમાં મીડિયાના શેરમાં સૌથી વધુ 1.23 ટકા અને એફએમસીજીમાં 0.52 ટકાનો વધારો થયો છે. ફાર્મા અને પીએસયુ બેંકના શેરમાં પણ તેજી સાથે કારોબાર થઈ રહ્યો છે. હેલ્થકેર, રિયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં તેજી જોવા મળી રહી છે.
કયા શેરો ઉપર છે, કયા ડાઉન છે
આજે M&M, Powergrid, Reliance Industries, HUL, Nestle, Asian Paints, SBI, Wipro, IndusInd Bank, Sun Pharma, ITC, ભારતી એરટેલ અને ઇન્ફોસિસ, અલ્ટ્રાટેક સિમેન્ટના સેન્સેક્સ શેરોમાં મજબૂત ઉછાળો જોવા મળી રહ્યો છે. ઘટતા શેરોમાં ટાટા મોટર્સ સિવાય HDFC બેન્ક, ICICI બેન્ક, એક્સિસ બેન્ક, TCS, બજાજ ફિનસર્વ, ટાઇટન, મારુતિ, ટેક મહિન્દ્રામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
શેરબજારનું પ્રી-ઓપનિંગ કેવું હતું
આજે બજારના પ્રી-ઓપનિંગમાં નિફ્ટી લગભગ ફ્લેટ હતો અને સેન્સેક્સમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. એનએસઈનો નિફ્ટી 7.75 પોઈન્ટ ઘટીને 19652.15ના સ્તરે પહોંચ્યો હતો. તો બીજી તરફ BSE સેન્સેક્સ 67.90 પોઈન્ટ અથવા 0.10 ટકાના ઘટાડા સાથે 66198.92 ના સ્તર પર હતો.