ટ્રેન્ડિંગબિઝનેસયુટિલીટી

Netflix યુઝર્સ માટે ખરાબ સમાચાર, આ યુઝર્સ હવે નહીં જોઈ શકે ઓફલાઈન કન્ટેન્ટ

Text To Speech
  • નેટફ્લિક્સ ટૂંક સમયમાં અમુક યુઝર્સ માટે બંધ કરી રહી છે ઓફલાઈન કન્ટેન્ટ

HD ન્યૂઝ ડેસ્ક, 29 મે: ઓટીટી સ્ટ્રીમિંગ માટે નેટફ્લિક્સ એક લોકપ્રિય એપ્લિકેશન છે. Netflix તેના ગ્રાહકોને ઘણી સારી સુવિધાઓ પૂરી પાડે છે. તમે આ પ્લેટફોર્મ પર બોલિવૂડ મૂવીથી લઈને હોલીવુડ અને વેબ સિરીઝનો આનંદ માણી શકો છો. જો તમે પણ નેટફ્લિક્સનો ઉપયોગ કરો છો તો તમારા માટે એક ખરાબ સમાચાર છે. નેટફ્લિક્સ ટૂંક સમયમાં તેની એક સેવા બંધ કરી શકે છે.

નેટફ્લિક્સ તેના અમુક ગ્રાહકો માટે ઓફલાઈન વીડિયો સ્ટ્રીમિંગની સુવિધા કરશે બંધ

Netflix તેના ગ્રાહકોને ઑફલાઇન મોડમાં પણ વીડિયો સ્ટ્રીમ કરવાની મંજૂરી આપે છે. જો તમે વીડિયો ડાઉનલોડ કર્યો હોય તો જ તમે તેને ઑફલાઇન મોડમાં સ્ટ્રીમ કરી શકો છો. હવે એવા સમાચાર છે કે કેટલાક લોકો માટે ઓફલાઈન વીડિયો સ્ટ્રીમિંગની સુવિધા બંધ થઈ શકે છે.

કોના માટે ઓફલાઈન વીડિયો સ્ટ્રીમિંગની સુવિધા બંધ થશે?

કેટલાક એવા સમાચાર સતત પ્રકાશમાં આવી રહ્યા છે જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે Netflix ડેસ્કટોપ યુઝર્સ માટે ઑફલાઇન સ્ટ્રીમિંગની સુવિધા બંધ કરવામાં આવી શકે છે. એવું માનવામાં આવે છે કે કંપની ટૂંક સમયમાં વિન્ડોઝ માટે ઑફલાઇન ડાઉનલોડ સેવા બંધ કરી શકે છે.

યુઝર્સને મળી રહ્યા છે એલર્ટ

હકીકતમાં, નેટફ્લિક્સ વિન્ડોઝ એપનો ઉપયોગ કરતા કેટલાક યુઝર્સે સોશિયલ મીડિયા પર શેર કર્યું છે કે તેમને વિન્ડોઝ એપ પર એલર્ટ મળી રહ્યું છે. સોશિયલ મીડિયા X પ્લેટફોર્મનો ઉપયોગ કરતા યુઝર આર્ટેમ રુસાકોવસ્કીએ લખ્યું કે વિન્ડોઝ એપ પર એક નવો અનુભવ ઉપલબ્ધ થવા જઈ રહ્યો છે. આવનારા સમયમાં યુઝર્સને ડાઉનલોડ માટે સપોર્ટ નહીં મળે.

ટ્રાવેલિંગ દરમિયાન નેટફ્લિક્સનો ઉપયોગ કરનાને મુશ્કેલી ઊભી થઈ શકે

જો Netflix વિન્ડોઝ પર કન્ટેન્ટ ડાઉનલોડ ફીચરને બંધ કરે છે, તો તે ટ્રાવેલિંગ દરમિયાન Netflix પર મૂવીઝ અને વેબસિરીઝ જોનારા વપરાશકર્તાઓને વધુ મુશ્કેલી ઊભી કરી શકે છે. હાલમાં તેના વિશે માત્ર લીક આવી રહી છે. આ અંગે કંપની દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

આ પણ વાંચો: મહિલા મુસાફરો માટે એરલાઈને ખાસ સુવિધા શરૂ કરી, બુકિંગમાં મળશે આ સવલતઃ જાણો

Back to top button