EVENING NEWS CAPSULE : સુરતમાં વ્હેલ માછલીનું બચ્ચુ તણાઈ આવ્યું, રિલાયન્સનું સુકાન હવે નવી પેઢીને, જાણો શું ISRO રોબોટને અંતરિક્ષમાં મોકલશે?
સુરતમાં દરિયા કિનારે વ્હેલ માછલી તણાઈ આવી
દરિયામાં મોટા મોજા ઉછળતા માછલીઓ કિનારે આવી જતી હોય છે. ત્યારે સામાન્ય રીતે ભાગ્યે જ દરિયામાં જોવા મળતી વહેલ માછલી હવે ઓલપાડ તાલુકાના અરબી સમુદ્રના કાંઠે આવતી થઈ હોવાનું જોવા મળ્યું છે.જેમાં મોર ગામે દરિયામાં આવેલ ભરતીમાં તણાઇ આવેલું વ્હેલ માછલીનું 20 ફૂટ મોટું બચ્ચું કિનારા પર કાદવમાં ફસાયેલું જોવા મળ્યું હોવાનું સામે આવ્યું છે.
84 ગામ ક્ષત્રિય ઠાકોર સમાજનો મોટો નિર્ણય
મહેસાણાના વડનગર-બારપરા ક્ષત્રિય ઠાકોર સમાજે સમાજ સુધારણા માટે અનોખી પહેલ કરી છે.ઠાકોર સમાજે કેટલાક કુરિવાજો પર પ્રતિબંધ મૂકતા નિર્ણયો લીધા છે.જેમા લગ્ન, મરણ કે અન્ય પ્રસંગો પાછળ થતા ખોટા ખર્ચા પર અંકુશ મૂકવો, સાથે જ સમાજના બાળકોને શિક્ષણ મળી રહે તે માટે એક શૈક્ષણિક સંકુલ બનાવવા તેમજ લગ્ન અને સામાજિક પ્રસંગોમાં ખેલાતાં જુગારની બદી ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા સહિતના નિયમો કરાયા છે.
વધુ વાંચો : મહેસાણાઃ ઠાકોર સમાજની અનોખી પહેલ, સમાજના કેટલાક કુરિવાજો પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય
કર્ણાટક સરકાર રાજ્યના લોકોને આ લાભો આપી રહી છે
કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમારે રવિવારે એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ સરકારની પાંચમી ગેરંટી ‘યુવા નિધિ’ (જે યુવાનો માટે બેરોજગારી ભથ્થાનું વચન આપે છે) ડિસેમ્બરથી લાગુ કરવામાં આવશે. રાજ્યમાં કોંગ્રેસની સરકારના 100 દિવસ પૂરા થવા પર પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે, સરકારે અન્ય તમામ ગેરંટી પૂરી કરી છે.
બોરતળાવમાં નાહવા ગયેલા દાદા-પૌત્રનું મોત
ભાવનગરમાં સીદસર ગામના વારિયા વિસ્તારમાં રહેતા દાદા અને પૌત્ર કાળુભાઈ સોલંકી બોરતળાવમાં નાહવા ગયા હતા. ત્યાર બાદ બંને લાપતા થઈ ગયા હતા. અને આજે વહેલી સવારે પૌત્ર કાળુભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો.જેથી લોકોએ સ્થાનિક તરવૈયાઓને બોલાવ્યા હતા અને સ્થાનિક તરવૈયાઓએ ભારે જહેમત ઉઠાવી મૃતદેહને બહાર કાઢ્યો હતો.
વધુ વાંચો : ભાવનગર: બોરતળાવમાં નાહવા ગયેલા દાદા-પૌત્ર ડૂબ્યા
રિલાયન્સનું સુકાન હવે નવી પેઢીને
મુકેશ અંબાણીએ પોતાની તમામ જવાબદારીઓ હવે નવી પેઢીને સોંપી દીધી છે. મુકેશ અંબાણીએ સમયનું વહેણ પારખી લીધું છે અને હવે તેમની નવી પેઢીને પ્રમોટ કર્યાં છે.મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની 46મી વાર્ષિક સામાન્ય સભા આજે મળી હતી જેમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા હતા અને અગત્યની જાહેરાત થઈ હતી.
વધુ વાંચો : મુકેશ અંબાણીએ રિલાયન્સનું સુકાન નવી પેઢીને સોંપ્યું, આકાશ-અનંત અને ઈશાને સોંપી મોટી જવાબદારી
ISROનું હવે પછીનું મિશન ગગનયાન
ઈસરોએ ઈતિહાસ રચ્યો જ્યારે ચંદ્રયાન-3 અવકાશયાન ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કર્યું. આ સાથે, ભારત ચંદ્રના અજાણ્યા દક્ષિણ ધ્રુવ ક્ષેત્રમાં પહોંચનાર પ્રથમ દેશ અને તત્કાલિન સોવિયેત યુનિયન, યુનાઇટેડ સ્ટેટ્સ અને ચીન પછી ચંદ્ર પર અવકાશયાન સફળતાપૂર્વક લેન્ડ કરનાર ચોથો દેશ બન્યો.ચંદ્રયાન-3ની સફળતાને લઈને દેશભરમાં ઉજવણીનો માહોલ છે. આ દરમિયાન ઈસરોએ હવે તેના નવા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું છે.
વધુ વાંચો : BPL કાર્ડ ધારક ચોકીદારના નામે કરોડોની જમીન, ગેંગસ્ટર અતીક અહેમદની બેનામી સંપત્તિને લઈને નવા ખુલાસા
થરાદમાં કોંગ્રેસના નેતાઓને મળ્યા યુવરાજસિંહ જાડેજા
લોકસભા ચૂંટણીને હલે ગણતરીના મહિનાઓ જ બાકી છે ત્યારે રાજકારણમાં ગરમાવો આવ્યો છે.તોડકાંડના આરોપમાં લાંબા સમય સુધી જેલમાં રહીને તાજેતરમાં જ બહાર આવેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે હાલમાં જ રાજકારણમાં સક્રિય થવાની વાતો કરી હતી. ત્યારે આ બધાની વચ્ચે યુવરાજસિંહ જાડેજાએ આજે કોંગ્રેસ નેતાઓ સાથે મુલાકાત કરતા અટકળોનું બજાર ગરમ થયું છે.
વધુ વાંચો : શું આપ નેતા યુવરાજસિંહ જાડેજા કોંગ્રેસ તરફ વળ્યા?, કોંગ્રેસ નેતાઓ સાથે મુલાકાતથી રાજકીય ગરમાવો