ટ્રેન્ડિંગમનોરંજન

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નાં બબીતાજીનો થયો અકસ્માત

Text To Speech

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ લોકોના ફેવરિટ અને લોકપ્રિય અભિનેત્રી મુનમુન દત્તા ઉર્ફે બબીતાજીનું જર્મનીમાં મામૂલી અકસ્માત થયું છે. આ ઘટનાને કારણે અભિનેત્રી ઘાયલ પણ થઈ છે. મુનમુન દત્તાએ ખુદ પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ જાણકારી આપી છે. મુનમુન દત્તાએ જણાવ્યું કે તેણે લગભગ એક અઠવાડિયા પહેલા યુરોપની ટ્રીપ શરૂ કરી હતી અને આ દરમિયાન તેનો અકસ્માત થયો હતો.

આ પણ વાંચો : Drishyam 2ની બમ્પર કમાણી, જાણો કેટલુ થયુ કલેક્શન

Munmun Dutta - Hum Dekhenge News
Munmun Dutta

મુનમુન દત્તાએ શેર કરી પોસ્ટ 

પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ શેર કરતા મુનમુન દત્તાએ જણાવ્યું કે તે જર્મનીમાં એક નાનકડા અકસ્માતનો શિકાર બની હતી. જેના કારણે તેના ડાબા ઘૂંટણમાં ઈજા થઈ હતી. તેણે કહ્યું કે મને મુસાફરી ઓછી કરવાની સલાહ આપવામાં આવી છે, તેથી હું હવે ઘરે પાછો જઈ રહ્યો છું. અભિનેત્રીના ઘાયલ થયાના સમાચાર સાંભળ્યા બાદ તેના ચાહકો સતત તેના સ્વાસ્થ્ય વિશે ચિંતા વ્યક્ત કરી રહ્યો છે અને તેને પોતાનું ધ્યાન રાખવાનું કહી રહ્યાં છે. તે જ સમયે, કેટલાક ચાહકો તેને ઝડપથી સ્વસ્થ થવા અને શોમાં પાછા ફરવા માટે કહી રહ્યા છે.

યુરોપની ટ્રીપ દરમ્યાન નડ્યો અકસ્માત 

વાસ્તવમાં મુનમુન દત્તા કામમાંથી બ્રેક લઈને યુરોપ ગઈ હતી. તે પહેલા સ્વિટ્ઝર્લેન્ડ ગઈ અને પછી ઈન્ટરલેકન ટ્રેનમાં જર્મની ગઈ હતી. મુનમુન દત્તાએ યુરોપનાં સફરની કેટલીક ઝલક પણ શેર કરી છે. અભિનેત્રીએ શેર કરેલી તસવીરોમાં તે ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી, પરંતુ દુર્ભાગ્યવશ તે અકસ્માતનો ભોગ બની હતી અને હવે તેણે તેની સફર અધવચ્ચે જ પૂરી કરીને પરત ફરવું પડ્યું છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો મુનમુમ દત્તા વર્ષ 2008 થી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સાથે જોડાયેલી છે. આ સિવાય તેણે કમલ હાસનની ‘મુંબઈ એક્સપ્રેસ’ અને 2006માં આવેલી ફિલ્મ ‘હોલિડે’માં પણ કામ કર્યું છે.

Back to top button