EVENING NEWS CAPSULEમાં વાંચો વડોદરામાં બબાલ હિંસામાં પરિવર્તિત, કોંગ્રેસ સાંસદ અધીર રંજનું વિવાદિત નિવેદન,જાણો ‘ગદર 2’ એ કેટલી ધૂમ મચાવી
વડોદરામાં છાણીમાં સ્વામિનારાયણ મંદિરમાં બબાલ
વડોદરાના છાણી ખાતે આવેલા વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરમાં તાળું બદલવાની પ્રક્રિયા ટાણે થયેલી માથાકુટમાં એકનું મોત નિપજ્યું છે.આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. આ અંગે ફરિયાદ બાદ પોલીસ CCTVના આધારે તપાસ હાથ ધરી છે.
વધુ વાંચો : વડોદરાના છાણીમાં સ્વામિનારાયણ મંદિરમાં બબાલ, મંદિરમાં તાળા બદલવા મામલે થયેલી માથાકુટમાં એકનું મોત
કોંગ્રેસ સાંસદ અધીર રંજનનું નિવેદન
કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરી લોકસભામાં તેમના સસ્પેન્શનને કોર્ટમાં પડકારવાનું વિચારી રહ્યા છે. આ દરમિયાન અધીર રંજને દેશની સુરક્ષાને લઈને મોટું નિવેદન આપ્યું છે. અધીર રંજને કહ્યું છે કે ચીન જ્યાં પણ દેશ પર કબજો કરી રહ્યું છે ત્યાં બોમ્બ ફેંકવા જોઈએ.
વધુ વાંચો : ‘જરૂર પડે તો દેશની અંદર પણ બોમ્બ ફેંકવો જોઇએ’: કોંગ્રેસ સાંસદ અધીર રંજન
સની દેઓલની ફિલ્મ ગદર 2એ બોક્સ ઓફિસ પર મચાવી ધુમ
સની દેઓલની ગદર 2 ફિલ્મ 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. જેને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યી છે. ફિલ્મને ચાહકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. ‘ગદર 2’ને લઈને મિશ્ર પ્રતિક્રિયા મળી રહી છે. પ્રથમ દિવસે ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાલ કરી દીધી છે. તેણે પહેલાજ દિવસે ખુબજ અદ્ભુત કલેક્શન કર્યું છે.
વધુ વાંચો : સની દેઓલની ફિલ્મ ગદર 2એ બોક્સ ઓફિસ પર મચાવી ધુમ, જાણો કલેક્શન
રાજ્યના છ પોલીસ અધિકારીઓને મળ્યું સન્માન
ભારત સરકારના ગૃહ વિભાગ દ્વારા દર વર્ષે મેડલ ફોર એક્સેલન્સ ઈન ઈન્વેસ્ટિગેશન જાહેર કરવામાં આવે છે. કેન્દ્ર સરકારે મેડલ ફોર એક્સેલન્સ ઈન ઈન્વેસ્ટિગેશન જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ગુજરાતના છ પોલીસ અધિકારીઓ (Police Officer)ને ઉત્તમ કામગીરી બદલ ઉત્કૃષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે.
વધુ વાંચો : રાજ્યના છ પોલીસ અધિકારીઓને મળ્યું ‘મેડલ ફોર એક્સેલન્સ ઈન ઈન્વેસ્ટિગેશન’ સન્માન
વડોદરામાં નશાની હાલતમાં કાર ચાલકે સર્જ્યો અકસ્માત
અમદાવાદના ઇસ્કોન બ્રીજ પર થયેલા અકસ્માત બાદ આખા રાજ્યમાં પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે. પોલીસ ટ્રાફીકના નિયમો તોડનારા સામે કાર્યવાહી કરી રહી છે અને કેસ પણ નોંધી રહી છે, પરંતુ પોલીસના અભિયાનમાં દારૂબંધીના કડક અમલના દાવા સામે અનેક સવાલો ઉભા કરી દીધા છે. રાજ્યમાં નબીરાઓ સુધરવાનું નામ જ ન લેતા હોય તોવા કિસ્સા સામે આવી રહ્યા છે, ત્યારે વડોદરામાં વધુ એક નબીરાનું કારસ્તાન સામે આવ્યું છે.
વધુ વાંચો : વડોદરાના સાવલી પોલીસ મથકના PSI રૂ. 20 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
OMG 2 ફિલ્મને લઈ ઉત્તર પ્રદેશના આગ્રાના હિંદુ સંગઠન રાષ્ટ્રીય હિંદુ પરિષદમાં નારાજગી
અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ OMG 2 શુક્રવારે રિલીઝ થઈ હતી.ઉત્તર પ્રદેશના આગ્રાના હિંદુ સંગઠન રાષ્ટ્રીય હિંદુ પરિષદ ભારત આ ફિલ્મમાં બતાવવામાં આવેલા સીનથી ખૂબ નારાજ છે. સંગઠને જાહેરાત કરી છે કે, જે કોઈ અક્ષય કુમારને થપ્પડ મારશે તેને 10 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. સંગઠનનું કહેવું છે કે આ ફિલ્મથી તેમની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે.
વધુ વાંચો : “જે કોઈ અક્ષય કુમારને થપ્પડ મારશે તેને 10 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે”, જાણો ક્યા સંગઠને કરી જાહેરાત?
રોબર્ટ વાડ્રાએ પ્રિયંકા ગાંધીના મિશન 2024ની કરી જાહેરાત
હાલ તમામ પાર્ટીઓ દ્વારા લોકસભાની ચૂંટણીને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેવામાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આગામી લોકસભાની ચૂંટણી 2024માં લડે તેવી માહિતી સામે આવી છે. પતિ રોબર્ટ વાડ્રાના ઈન્ટરવ્યુમાંથી આ વાતનો સંકેત મળ્યો છે. એક ખાનગી ઈન્ટરવ્યુમાં પ્રિયંકા ગાંધીના પતિ દ્વારા આ મામલે માહિતી આપવામાં આવી છે.
વધુ વાંચો : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આગામી લોકસભા ચૂંટણી 2024માં લડશે?, પતિ રોબર્ટ વાડ્રાએ આપ્યા મોટા સંકેત