ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

પાકિસ્તાનમાં ફરીથી બબાલ? ઈમરાને સમર્થકોને આપ્યો મેસેજ; કહ્યું- ઘરોમાં છૂપાઇને બેસી રહેતા નહીં

Text To Speech

તોશાખાના કેસઃ તોશાખાના કેસમાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પાર્ટીના વડા અને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં ઈસ્લામાબાદ ટ્રાયલ કોર્ટે તેને દોષિત ઠેરવ્યો હતો અને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી હતી. ધરપકડ થયા બાદ ઈમરાન ખાને પોતાનો વીડિયો સંદેશ જાહેર કર્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે જ્યાં સુધી આ મેસેજ તમારા સુધી પહોંચશે ત્યાં સુધીમાં મારી ધરપકડ થઈ ગઈ હશે.

તેમણે પોતાના સંદેશમાં કહ્યું છે કે લંડનની યોજનાને પૂર્ણ કરવાની દિશામાં આ એક બીજું પગલું છે, પરંતુ હું ઈચ્છું છું કે મારા પક્ષના કાર્યકરો શાંતિપૂર્ણ, મક્કમ અને મજબૂત રહે. આપણે અલ્લાહ સિવાય કોઈની સામે ઝૂકતા નથી.

ઈમરાન ખાને પોતાના સમર્થકોને અપીલ કરી

વીડિયોમાં પીટીઆઈ ચીફે કહ્યું છે કે મારી તમને બધાને એક જ અપીલ છે કે તમારે તમારા ઘરોમાં છુપાઈને બેસવાનું નથી, હું આ સંઘર્ષ મારા માટે નથી કરી રહ્યો. હું તમારા માટે કરી રહ્યો છું, હું મારા દેશ માટે કરી રહ્યો છું, હું તમારા બાળકો માટે કરી રહ્યો છું. જો તમે તમારા હક માટે ઉભા થશો નહીં તો તમે ગુલામોનું જીવન જીવશો અને ગુલામોનું જીવન હોતું નથી. ગુલામ એવા હોય છે, જેવી રીતે જમીન પર કીડીઓ હોય છે. ઈમરાન ખાને અંતે કહ્યું કે કોઈ સ્વતંત્રતા થાળીમાં પીરસવામાં આવતી નથી, તેના માટે લડવું પડે છે.

દોષિત ઠેરવવાને કારણે પાંચ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ

ઈમરાનની લાહોરમાં તેના જમાન પાર્ક સ્થિત આવાસ પરથી ધરપકડ કરવામાં આવી છે. નિર્ણયની સાથે જ ઈસ્લામાબાદની ટ્રાયલ કોર્ટે ઈમરાન પર પાંચ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ડોનના રિપોર્ટ અનુસાર પીટીઆઈ ચીફ પર એક લાખ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. સાથે જ ન્યાયાધીશ હુમાયુ દિલાવરે કહ્યું કે દંડ ન ભરવા બદલ તેને આગામી છ મહિના સુધી જેલમાં રાખવામાં આવશે.

આ પણ વાંચો-યુકેમાં કોરોનાનો નવો વેરિયન્ટ ‘Eris’ ઝડપથી ફેલાતા લોકોમાં ભય, જાણો આ વેરિયન્ટને લઈ WHOએ શું કહ્યું

Back to top button