બાબા વેન્ગાની વર્ષ 2023ને લઇને ભયાનક છે આગાહીઓ, જાણો હજી કેવા થશે પ્રકોપ
દુનિયામાં પ્રસિદ્ધ બાબા વેંગાની કેટલીયે ભવિષ્યવાણી અત્યાર સુધી સાચી સાબિત થઇ છે. બાબા વેંગા દ્વિતિય વિશ્વયુદ્ધથી લઇને 1996માં તેમના મૃત્યુ સુધી પ્રસિદ્ધ રહી હતી. બુલ્ગારિયાની રહસ્યવાદી બાબા વેંગા તેમની ભવિષ્યવાણીઓ માટે પણ જાણીતી છે. એવુ કહેવાય છે કે બાબા વેંગા પોતાના અનુયાયીઓને 5079 સુઘીની ભવિષ્યવાણી કરીને ગઇ હતી. તેમના અનુયાયીઓનું માનવુ છે કે બાબા વેંગાએ 9/11 થી લઇને ડોનાલ્ડ ટ્રમ્પના પીએમ બનવા સુધીની ભવિષ્યવાણી કરી હતી.
બાબા વેન્ગાએ 2023ને લઇને પણ ભવિષ્યવાણીઓ કરી હતી. તે કેટલી સાચી નીકળે છે તે તો આ વર્ષે ખબર પડશે. તેમની ભવિષ્યવાણીઓ રેકોર્ડ કરાઇ ન હતી, તેથી તેની પર હંમેશા ચર્ચાઓ ચાલતી રહે છે.
એક વિનાશકારી સૌર તોફાન આવશે
બાબા વેંગાની 2023 માટે સૌથી ચિંતાજનક ભવિષ્યવાણીઓમાં એક સૌર તોફાન અંગે પણ હતી, જે વિનાશનું કારણ બની શકે છે. સૌર તોફાનનો અર્થ છે સુર્યમાંથી નીકળતી ઉર્જાનો વિસ્ફોટ, જેમાંથી કેટલાય પ્રકારના ખતરનાક રેડિએશન પૃથ્વી પર પડશે. તેનો પ્રભાવ અબજો પરમાણુ બોમ્બ જેટલો શક્તિશાળી હોઇ શકે છે.
લેબમાં પેદા થશે બાળકો
બાબા વેન્ગાની ભવિષ્યવાણી મુજબ મનુષ્યના બાળકો 2023માં લેબમાં વિકસશે. વિજ્ઞાનમાં સતત થઇ રહેલી પ્રગતિના કારણે લેબમાં બાળકો પેજા થવાની અવધારણા બાબા વેંગાની ભવિષ્યવાણીમાં સામેલ છે.
બાયોવેપન્સનું પરીક્ષણ
બાબા વેન્ગાની ભવિષ્યવાણી મુજબ 2023માં એક મોટા દેશ દ્વારા બાયોવેપન પરીક્ષણ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. તેનાથી હજારો-લાખોની સંખ્યામાં મૃત્યુ થઇ શકે છે.
ધરતી પર આવશે એલિયન્સ
એક ડરામણી ભવિષ્યવાણી એ પણ છે કે એલિયન્સ પૃથ્વી પર આવશે. દુનિયા આbioખી અંધકારમય બની શકે છે. તેમણે એમ પણ દાવો કર્યો હતો કે જો એલિયન્સ પૃથ્વિ પર આવશે તો લાખો લોકો મરી જશે.