એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક કોણ? સિદ્દીકી હત્યા કેસની તપાસ કરશે
મુંબઈ – 13 ઓકટોબર : મુંબઈ પોલીસ ઈન્સ્પેક્ટર દયા નાયક ફરી એકવાર સમાચારોમાં છે. કારણ છે પૂર્વ મંત્રી અને NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા. બાબા સિદ્દીકી હત્યા કેસની તપાસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે. દયા નાયક મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના વડા છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કોણ છે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક, જેમને તપાસની જવાબદારી સોંપવામાં આવી છે.
મહારાષ્ટ્ર પોલીસમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે પોતાની ઓળખ બનાવનાર દયા નાયકે તેમનું બાળપણ અત્યંત ગરીબીમાં વિતાવ્યું હતું. તે મૂળ કર્ણાટકના છે. ઘરની આર્થિક સ્થિતિ ખરાબ હતી. આવી સ્થિતિમાં, સાતમા ધોરણ સુધી કન્નડ શાળામાં અભ્યાસ કર્યા પછી, તેઓ 1979 માં મુંબઈ આવ્યા. અહીં તેમ એક હોટલમાં ટેબલ સાફ કરવાનું કામ મળ્યું. હોટલના માલિકે દયાને તેમના ગ્રેજ્યુએશન સુધી ભણાવ્યા હતા. આ પહેલા તેમણે 3000 રૂપિયામાં પ્લમ્બર તરીકે પણ કામ કર્યું હતું.
87 થી વધુ એન્કાઉન્ટર કર્યા
દયા નાયક 1995માં પોલીસમાં જોડાયા હતા. તેમની પ્રથમ પોસ્ટિંગ જુહુ પોલીસ સ્ટેશનમાં હતી. દયા 31 ડિસેમ્બરની રાત્રે પોલીસ ડ્યૂટી પર હતા. આ દરમિયાન તેમને છોટા રાજન ગેંગના બે સાગરિતો વિશે માહિતી મળી હતી. જ્યારે દયા તેમની ધરપકડ કરવા આવ્યો ત્યારે તેમણે દયા પર ગોળીબાર કર્યો હતો. આ પછી દયાએ જવાબી ગોળીબારમાં બંને ગુંડાઓને ઠાર માર્યા હતા. દયાનો આ પહેલું એનકાઉન્ટર હતું. આ પછી, દયા ડરી ગયા અને તેમણે વિચાર્યું કે વિભાગ તેમને બરતરફ કરશે. ઉલ્લેખનીય છે કે દયાએ અત્યાર સુધી 87 થી વધુ એન્કાઉન્ટર કર્યા છે. દયાએ 1999થી 2003 વચ્ચે દાઉદના ભાઈ છોટા રાજનની ગેંગનો સફાયો કર્યો હતો.
વિવાદો સાથે સંબંધ
આ સમયગાળા દરમિયાન દયાનો વિવાદો સાથે પણ ઊંડો સંબંધ રહ્યો હતો. 2003માં એક પત્રકારે તેમના પર શાળા દાઉદ ગેંગ પાસેથી પૈસા લઈને સ્કૂલ ખોલવાનો આરોપ લગાવ્યો હતો. જો કે, કોર્ટની સૂચના પર, તેમની સામે મકોકા હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. જોકે બાદમાં તે નિર્દોષ સાબિત થયા હતા. આ સિવાય તેમની સામે આવક કરતા વધારે સંપત્તિ હોવાના કેસ પણ નોંધવામાં આવ્યા છે. જો કે 2010માં હાઈકોર્ટે તેમને આ કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા.
આ પણ વાંચો : ‘અસત્ય કી જીત હો કર રહેગી, અન્યાય કી જીત હો કર રહેગી’ આ શું બોલ્યાં દિલ્હીનાં મુખ્યમંત્રી?