ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘મેં ઓબીસી નહીં, ઓવૈસી કહ્યું,’ વિવાદિત નિવેદન પર બાબા રામદેવનો યુ-ટર્ન

નવી દિલ્હી, 14 જાન્યુઆરી: યોગ ગુરુ બાબા રામદેવનો એક વીડિયો વાયરલ થયા બાદ વિવાદમાં સપડાયા છે. રામદેવના આ વાયરલ વીડિયોમાં તેઓ કથિત રીતે અન્ય પછાત વર્ગો વિરુદ્ધ ટિપ્પણી કરતા જોવા મળે છે. જો કે, વિવાદ ઊભો થયા પછી રામદેવે સ્પષ્ટતા કરી કે તેમના નિવેદનમાં તેમણે AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસી પર નિશાન સાધ્યું હતું, તેમનો ઈરાદો OBC સમુદાયનું અપમાન કરવાનો નહોતો.

બાબા રામદેવનો વીડિયો વાયરલ થતા વિવાદ

આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રામદેવને સાંભળ્યા પછી એવું લાગે છે કે તેઓ માત્ર OBC સમુદાય વિરુદ્ધ ટિપ્પણી કરી રહ્યા છે, કારણ કે વાતચીતના સંદર્ભમાં જાતિ વિશે વાત કરવામાં આવી રહી છે. વીડિયોમાં રામદેવ પહેલા પોતાને બ્રાહ્મણ અને પછી ‘ઓબીસી’ ગણાવી રહ્યા છે. જો કે આ વીડિયોને લઈને વિવાદ ઊભો થતાં બાબા રામદેવે સ્પષ્ટતા કરવા માટે આગળ આવવું પડ્યું હતું.

વીડિયો પર બાબા રામદેવે સ્પષ્ટતા કરવી પડી

વીડિયોને લઈને વિવાદ સર્જાયા બાદ બાબા રામદેવે મીડિયા સમક્ષ ખુલાસો આપવા આવવું પડ્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું, જુઓ, મારા નિવેદનને ખોટી રીતે લેવામાં આવી રહ્યું છે. મેં ‘ઓવૈસી’ કહ્યું હતું, ‘ઓબીસી’ નહીં. તેમના (ઓવૈસીના) વંશજો રાષ્ટ્રવિરોધી હતા. હું તેમને ગંભીરતાથી લેતો નથી. મેં ઓબીસી સમુદાય માટે કશું કહ્યું નથી.

બાબા રામદેવે કહ્યું- મારું મૂળ ગોત્ર બ્રહ્મા છે,હું અગ્નિહોત્રી બ્રાહ્મણ છું

આ ઘટનાની વાયરલ વીડિયોની હમ દેખેંગે ન્યૂઝ કોઈ પુષ્ટિ કરતું નથી. પરંતુ વીડિયોમાં બાબા રામદેવ તેમની બ્રાહ્મણ ઓળખ ઉજાગર કરતા અને “અગ્નિહોત્રી બ્રાહ્મણ” સહિત વિવિધ બ્રાહ્મણ ગોત્રોને સૂચિબદ્ધ કરતા બતાવે છે. યોગ ગુરુએ કહ્યું, “મારું મૂળ ગોત્ર બ્રહ્મા છે. હું અગ્નિહોત્રી બ્રાહ્મણ છું… લોકો કહે છે કે બાબાજી ઓબીસી છે… હું વેદી બ્રાહ્મણ છું, દ્વિવેદી બ્રાહ્મણ છું, ત્રિવેદી બ્રાહ્મણ છું, ચતુર્વેદી બ્રાહ્મણ છું, મેં ચાર વેદ વાંચ્યા છે.” વીડિયો વાયરલ થયા બાદ ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર ‘#boycottpatanjali’ લખીને વિરોધ કર્યો હતો અને પછાત સમુદાયના કથિત અપમાન બદલ બાબા રામદેવની ટીકા કરી હતી.

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટની નોટિસ પર બાબા રામદેવે કહ્યું, ‘મેડિકલ માફિયા મારા પાછળ પડ્યા છે’

Back to top button