પતંજલિ ગ્રુપના IPO ની શેરબજારમાં એન્ટ્રી, બાબા રામદેવ કરશે જાહેરાત!
યોગ ગુરુ બાબા રામદેવનું પતંજલિ ગ્રૂપ તેની વધુ પાંચ કંપનીઓના પ્રારંભિક જાહેર ઑફર(IPO)ની તૈયારી કરી રહ્યું છે. બાબા રામદેવ શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છે. જેમાં તેઓ IPO સંબંધિત પ્લાન વિશે સંપૂર્ણ માહિતી આપશે. હાલમાં, પતંજલિ ફૂડ્સ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ પતંજલિ ગ્રુપની એકમાત્ર કંપની છે.
2027ના લક્ષ્ય વિશે પણ માહિતી આપશે
અગાઉ એક ઈન્ટરવ્યુમાં રામદેવે કહ્યું હતું કે, તેઓ પતંજલિ આયુર્વેદ, પતંજલિ લાઈફસ્ટાઈલ, પતંજલિ વેલનેસ અને પતંજલિ મેડિસિનનો આઈપીઓ લોન્ચ કરવાની યોજના ધરાવે છે. જાણકારી અનુસાર બાબા રામદેવ પ્રેસ કોન્ફરન્સમાં કંપનીના 2027ના લક્ષ્ય વિશે પણ માહિતી આપશે.
આ પણ વાંચો: ઓગસ્ટમાં ભારતની વેપાર ખાધ બમણી, નિકાસમાં નહીંવત વૃદ્ધિ
આ ઉપરાંત, આત્મનિર્ભર ભારતને વાસ્તવિકતામાં ફેરવવા માટે આગામી પાંચ વર્ષ માટે જૂથની પ્રાથમિકતાઓ શું છે તે પણ જણાવવામાં આવશે. નોંધનીય છે કે, નાણાકીય વર્ષ 2022માં પતંજલિની આવક વધીને રૂ. 10,664.46 કરોડ થઈ હતી. તેના પાછલા નાણાકીય વર્ષમાં તે રૂ. 9,810.74 કરોડ હતું.