ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બાબા રામદેવ સુપ્રીમ કોર્ટમાં બોલ્યા, અમારાથી ભૂલ થઈ અમે જનતાની માફી માંગીશું

  • સુપ્રીમ કોર્ટે બાબા રામદેવને વધુ એક અઠવાડિયાનો સમય આપ્યો

નવી દિલ્હી, 16 એપ્રિલ: યોગગુરુ બાબા રામદેવને આજે મંગળવારે પણ ભ્રામક જાહેરાતના મામલામાં પતંજલિ આયુર્વેદ સામેની અવમાનના બદલ સુપ્રીમ કોર્ટમાંથી માફી મળી નથી. તેમણે 23 એપ્રિલે ફરી કોર્ટમાં હાજર થવું પડશે. સુપ્રીમ કોર્ટે બાબા રામદેવને વધુ એક અઠવાડિયાનો સમય આપ્યો છે. યોગગુરુ બાબા રામદેવ અને તેમના સહયોગી બાલકૃષ્ણ આજે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. આ મામલો ભ્રામક જાહેરાતો અને કોરોનાની સારવારના દવાઓના સંબંધમાં પતંજલિ આયુર્વેદ સામે તિરસ્કાર સાથે સંબંધિત છે. જસ્ટિસ હિમા કોહલીએ બાબા રામદેવને પૂછ્યું કે, શું તેમણે જે પણ કર્યું છે તેને માફ કરી દેવું જોઈએ. જેના જવાબમાં બાબા રામદેવે કહ્યું કે, અમારાથી ભૂલ થઈ છે જેથી અમે જનતાની માફી માંગીશું. હું કહેવા માંગુ છું કે અમે જે પણ ભૂલ કરી છે તેના માટે અમે બિનશરતી માફી માંગીશું.

 

 

સુપ્રીમ કોર્ટ અને બાબા રામદેવ વચ્ચે શું વાતચીત થઈ?

આ વર્ષે 15 જાન્યુઆરીના રોજ, સુપ્રીમ કોર્ટને દેશના મુખ્ય ન્યાયાધીશને સંબોધિત એક અનામી પત્ર મળ્યો, જેની નકલો જસ્ટિસ કોહલી અને જસ્ટિસ અમાનુલ્લાહને મોકલવામાં આવી હતી. પત્રમાં પતંજલિ દ્વારા સતત જારી કરવામાં આવતી ભ્રામક જાહેરાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કોર્ટે બાબા રામદેવને કહ્યું કે, “અમે તમને હજુ સુધી માફી આપી નથી. અમે તેના વિશે વિચારીશું. તમારો ઈતિહાસ પણ એવો જ છે.  કંપનીની આટલા કરોડની હોય તો આવું કામ ન કરવું જોઈએ.” જેના પર બાબા રામદેવે કહ્યું કે, “ફરી આવું નહીં થાય.” જેના પર કોર્ટે કહ્યું કે, અમે હજુ સુધી અમારું મન નથી બનાવ્યું કે તમને માફ કરીશું કે નહીં. તમે એક વાર નહિ પણ ત્રણ વાર ઉલ્લંઘન કર્યું છે.” રામદેવે વધુમાં કહ્યું કે, “અમે આનું પુનરાવર્તન નહીં કરીએ.”

લાઇલાજ રોગો માટેની દવાઓના પ્રચાર પર પ્રતિબંધ છે: SC

કોર્ટે કહ્યું કે, “તમને શું લાગ્યું કે કોર્ટના આદેશ છતાં તમે જાહેરાતો આપી અને ભાષણ આપ્યું કે આયુર્વેદએ મહર્ષિ ચરકના સમયથી ચાલી રહ્યું છે. તમે તમારી પોતાની પદ્ધતિ માટે બીજાની પદ્ધતિને રદ્દ કરવાની વાત કેમ કરી?” જેના પર બાબા રામદેવે કહ્યું કે, “અમારો એવો કોઈ ઈરાદો નથી. અમે 5000થી વધુ સંશોધનો કર્યા. આયુર્વેદમાં અમે મેડિસિનના સ્તર સુધી સંશોધન કર્યું.” જેના પર જજે કહ્યું કે, “અમે તમારા વલણ વિશે વાત કરી રહ્યા છીએ. તમે અમારા આદેશનો અનાદર કર્યો હોવાથી તમને બોલાવવામાં આવ્યા છે અને તમે બીજી દવાને ખરાબ કહી છે. લાઇલાજ(કોઈ નિદાન ન હોય) રોગો માટેની દવાઓની જાહેરાત પર પ્રતિબંધ છે. જેના પર બાબા રામદેવે કહ્યું કે, અમારે આવું ન કરવું જોઈતું હતું, અમે હવેથી ધ્યાનમાં રાખીશું. કોર્ટે કહ્યું કે, તમે બેજવાબદારીથી કામ કર્યું છે

અગાઉ સુપ્રીમ કોર્ટે રામદેવને પૂછ્યું હતું કે, “શું આ કેસમાં કંઈ વધારાનું દાખલ કરવામાં આવ્યું છે, તમે કહ્યું હતું કે, તમે કંઈક બીજું પણ દાખલ કરવા માગે છે.” જેના પર રામદેવના વકીલે કહ્યું કે, “હજુ સુધી કંઈ દાખલ કરવામાં આવ્યું નથી, પરંતુ અમે જાહેરમાં માફી માંગવા ઈચ્છીએ છીએ. અમે એમ કહ્યું હતું કે અમારી પાસે દવાનો વિકલ્પ છે.”

કોર્ટે બંનેને આગળ બોલાવ્યા અને કહ્યું કે, “તેઓ બાબા રામદેવને સવાલ કરવા માગે છે.” જસ્ટિસ હિમા કોહલીએ કહ્યું કે, અમે બંને સમજાવવા માંગીએ છીએ કે તમે યોગ માટે ઘણું કર્યું છે. યોગની સાથે-સાથે તમે ઘણી વસ્તુઓની શરૂઆત કરી છે. તમે પણ આ જાણો છો, અમે પણ જાણીએ છીએ કે તમે જે શરૂ કર્યું છે તે ધંધો છે.” સુપ્રીમ કોર્ટે રામદેવને કહ્યું કે, તેમણે યોગ માટે જે કર્યું છે તેનું તે સન્માન કરે છે. નેટવર્કની સમસ્યા છે, એવું ન માનો કે આ અમારી બાજુથી સેમ્પરશિપ છે.

SC એ રામદેવની માફી ફગાવી દીધી હતી

ગયા અઠવાડિયે થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે પતંજલિના સ્થાપકોને સખત ઠપકો આપ્યો હતો. આ ઉપરાંત હરિદ્વાર સ્થિત કંપની સામે પગલાં ન લેવા બદલ ઉત્તરાખંડ સરકારને પણ ઠપકો આપ્યો હતો.  સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ અને બાલકૃષ્ણની માફી એ કહીને નકારી કાઢી હતી કે, “આ પત્રો પહેલા મીડિયાને મોકલવામાં આવ્યા હતા.” જસ્ટિસ હિમા કોહલીએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે, “જ્યાં સુધી મામલો કોર્ટમાં ન પહોંચ્યો, ત્યાં સુધી વિરોધીઓએ અમને એફિડેવિટ મોકલવાનું યોગ્ય ન માન્યું; જેનો અર્થ એમ છે કે, તેઓ સ્પષ્ટપણે પ્રચારમાં માને છે.”

આ પણ જુઓ: CBIએ શા માટે મનીષ સિસોદિયાને દારૂ કૌભાંડ કેસનો માસ્ટરમાઇન્ડ હોવાનું કહ્યું? જાણો

Back to top button